________________
લવાદી ચર્ચાને અને આવેલે લવાદશીને નિર્ણય ]
૨૯૯ અધિક માસના દિવસેને નથી જ ગણતા તેમ ક્ષીણ વૃદ્ધ તિથિઓની ગણના પણ તેમણે ન જ કરવી અને તેને લીધે સાંવત્સરિક પ્રતિકમણની નિયત તિથિને ન જ ફેરવવી.
(૮) લૌકિક ટિપ્પણને સ્વીકાર કરવામાં પર્વ અને અપર્વ તિથિઓને સંકર તથા આરાધનાઓને સંકર વગેરે જે દોષ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કપેલા છે તે દોષ શાસ્ત્રોમાં કયાંઈ જણાતા નહિ હોવાથી તેમ જ તે દોષ નિમિત્તે શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્તનું વિધાન નહિ હોવાથી તે કપેલા દો દોષ રૂપ જ નથી, એમ સિદ્ધ થાય છે. “હીરપ્રશ્ન” વગેરે શાસ્ત્રોમાં પૂર્ણિમા વગેરેના ક્ષયે કરવાનાં તપ વગેરેની જે વ્યવસ્થા સૂચવેલી છે તે યોગ્ય જ છે એમ અમો માનીએ છીએ. બધાએ પણ તે જ વ્યવસ્થાને આશ્રય લેવો.
અંતે આ વિવાદમાં ઊતરેલા બન્ને આચાર્યોના વિષયમાં કાંઈક જરૂર જણાવવું જોઈએ. “વાદિપ્રતિવાદિ શબ્દપ્રયોગ અને “અર્થિપ્રત્યર્થિ”શબ્દપ્રયોગ કાંઈક પ્રજનને ઉદ્દેશીને જ અમે છોડી દીધે છે, તે તેમણે જરૂર ધ્યાનમાં લેવું જોઈએ. તેમાં પ્રથમ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીઃ એમની વિદ્વત્તા સાર્વજનીન છે. વેતાંબર જૈન આગમોના સંપાદનથી તથા સિદ્ધગિરિની તળેટીમાં આગમમંદિરની કલ્પનાપ્રતિષ્ઠાના ચાતુર્યથી તેમનું “આગાદ્વારક” બિરૂદ યથાર્થ જ છે; અને સંવિગ્નગીતાર્થ એવા તેઓ, તપાગચ્છના સાધુઓ અને શ્રાવક તરફથી ઘણું શ્રેષ્ઠ માન પામે છે. આગમોમાં કહેલા આચારની પ્રતિષ્ઠા એ જ મહાન પ્રયોજનને ઉદ્દેશીને સિદ્ધાન્તટિપ્પણને પ્રચાર કરવાનું તેમને અભિમત છે, પણ જૈનાગમાં મળી આવે છે તેટલાં માત્ર સાધનોથી સિદ્ધાન્તટિપ્પણની રચના અશક્ય છે અને તેને પ્રચાર અતીવ અશક્ય છે, એ જ કારણને લઈને આ વિવાદમાં તેમને નિગ્રહ થાય છે. તપાગચ્છના અત્યારના સઘળા ય જેને ચંડાશુચં પંચાંગને આધારે લૌકિક વ્યવહાર કરે છે અને સિદ્ધાન્તટિપ્પણ ન હોવાથી લોકોત્તર આરાધના પણ તેને જ આધારે કરવી સમુચિત છે. વળી જીતવ્યવહારની સિદ્ધિ માટે એમણે કહેલાં શાસ્ત્રો શાસ્ત્રાભાસ છે, તેથી જીતવ્યવહારની અસિદ્ધિ છે.
આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી પણ સંવિગ્નગીતાર્થ છે અને પ્રવચનદક્ષ છે. જ્ઞાન, તપશ્ચર્યા અને પ્રવચનપટુતાથી તપાગચ્છના જૈનેને તેઓ પણ બહુમાનનીય છે જ. પોતાના સિદ્ધાન્તનું પ્રતિપાદન એમણે પ્રબલ યુક્તિઓથી સમર્થિત કર્યું છે. આધુનિક જૈનેએ માનેલા પંચાંગમાંની તિથિ વગેરેના ફેરફારો ન સહી શકતા અને શાસ્ત્રોમાં તેવા ફેરફારો કરવા માટેનાં સમર્થક પ્રમાણે નહિ જોતા. તેઓએ “સાર્વજનીન કોઈ પણ પંચાંગને આધારે લૌકિકની પેઠે લેાકોત્તર વ્યવહાર ચાલે છે માટે તેને જ સમર્થન આપવું જોઈએ” એવી બુદ્ધિથી જ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું પ્રતિપક્ષપણું સ્વીકાર્યું અને પ્રબલ યુક્તિઓથી પિતાના મતને બળવાન કર્યો છે. ઉમાસ્વાતિના વચનના પ્રૉષને અંગે અધ્યાહારાદિને છોડીને પર્વ અને અપર્વતિથિઓને વિભાગ કર્યા વિના, યથાર્થ અર્થને અનુસરવા પૂર્વક તેમણે પિતાને મત સમર્થિત કર્યો છે તેથી જ તેમને અભિપ્રાય પંચે સ્વીકાર્યો છે. જો કે આ વિવાદમાં તેઓના આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીની સાથે વિરોધ છે, તે પણ તેમની વિદ્વત્તાને, સંવિગ્નગીતાર્થપણાને, આગાદ્વારકપણને તેઓ પણ બહુ આદર કરે છે, તેમાં અમને સંશયને જરા પણ અવકાશ નથી. પુણથી વિક્રમના
પંચ વૈદ્ય શ્રી પરશુરામ શર્માની ૧૯૯૯ મા વર્ષ, યેષ્ઠ શુકલ પ્રતિપદા ગુરૂવારે
પિતાના હાથની સહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org