________________
લિવાદી ચર્ચાને અન્ત આવેલે લવાદશીનો નિર્ણય ]
૨૭૩
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તથા આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી વચ્ચેના
તિથિના વૃદ્ધિ-ક્ષય સંબંધી વિવાદમાં મધ્યસ્થ(પંચ)નો ચૂકાદો
- પંચ : પૂનાની વડિયા કૉલેજના સંસ્કૃત તથા પ્રાકૃત વગેરે ભાષાના પ્રધાન અધ્યાપક
વૈદ્ય શ્રી પરશુરામ શર્મા, એમ. એ. ડી. લિ. ઉમાસ્વાતિના વચનના પ્રઘોષ તરીકે પ્રસિદ્ધ “ પૂર્વ તિથિ ય વૃદ્ધો જ રથોત્તર' (ક્ષયમાં પૂર્વા એટલે આગલી તિથિ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરા એટલે પાછલી તિથિ કરવી) એ શ્લોકાર્ધને ઉદ્દેશીને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી વર, તિથિની ક્ષય–વૃદ્ધિ વિષયક મહાન મતભેદ પ્રગટ થયો. તે મતભેદ આ પ્રમાણે ઉભો થયે છે. જ્યારે જોધપુરી ચંડશુગંડૂ પંચાંગમાં તિથિઓને, ખાસ કરીને પર્વતિથિઓને ક્ષય અથવા તે વૃદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે આરાધનને માટે કયી તિથિ સ્વીકારવી જોઈએ-એ વિષયને ઉદ્દેશીને, ઉપર્યુક્ત બને ય આચાર્યોનું ભિન્ન ભિન્ન (માર્ગે) પ્રસ્થાન થયું. તેથી, આ વિષયમાં, આગમાદિ શાસ્ત્રના પર્યાલચન દ્વારા તથા છતવ્યવહારના સમાચન દ્વારા, કયા પ્રસ્થાનનું (માર્ગનું) પ્રમાણિકપણું તથા શાસ્ત્રાનુસારિપણું છે?—એ પ્રશ્નના નિર્ણયને માટે અમે પ્રવૃત્ત થયા છીએ.
વિક્રમ સંવત્ ૧૯૨ ના તથા ૧૯૯૩ના વર્ષમાં, ચંડાશુગંડૂ પંચાંગને અનુસારે ભાદરવા સુદ પાંચમ તિથિની વૃદ્ધિ આવી હતી. આ પાંચમ, યુગપ્રધાન કાલકાચાર્યના સમય પૂર્વે ચારે ય પ્રકારના
શ્રી જૈન સંઘની સાંવત્સરિક પ્રતિકમણની તિથિ હોઈને, પર્વતિથિ તરીકે પ્રસિદ્ધિ પામી હતી. 'આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી આ (પાંચમ ) હાલ પણ પ્રધાનપર્વતિથિ છે–એવું પ્રતિપાદન કરે છે. કાલકાચાર્યે તે, કઈ રાજાની વિનંતિના યોગે ઈન્દ્રમહ નામે પ્રસિદ્ધ મહોત્સવ, કે જે મહાત્સવ ભાદરવા સુદી પાંચમમાં નિશ્ચિત થયેલો હતો, જે અમુક દેશમાં પ્રસિદ્ધ હતું અને જે સવેજસ્વીકૃત હતું, તે મહોત્સવની સાથે વિરોધ ન થાય એટલા માટે, ભાદરવા સુદ પાંચમને તજીને ભાદરવા સુદ ચોથમાં સાંવત્સરિક પ્રતિક્રમણને સંક્રમિત કર્યું. ત્યારથી આરંભીને, સાંવત્સરિક પ્રતિકમણના દિવસ તરીકે, ભાદરવા સુદ પાંચમને સ્થાને ભાદરવા સુદ ચોથને સઘળા ય શ્રી જૈન સંઘે સ્વીકારી. અને આ રીતિએ પાંચમના સ્થાને ભાદરવા સુદ ચોથ પર્વતિથિ થઈ અને લેકમાં સંવત્સરી તરીકે તે પ્રસિદ્ધ થઈ. વર્તમાનકાલીન આખો ય શ્રી જૈન સંઘ તે ભાદરવા સુદ ચોથમાં જ સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. પરંતુ ચંડાશુગંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ જોઈને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, વિક્રમ સંવત્ ૧૯૯૨ માં (ભાદરવા સુદ) ત્રીજની વૃદ્ધિ કરીને, (તેમ કરવાથી પ્રાપ્ત થયેલી) જે (ભાદરવા સુદ) ચોથ, તેમાં (એટલે કે) લૌકિક (ચંડાંશુચડૂ) પંચાગને અનુસાર તે ભાદરવા સુદ પહેલી પાંચમ ને રવિવારે સંવત્સરી આરાધવી–એવું પિતાના શિષ્યોને ફરમાવ્યું; જ્યારે આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ તે, લૌકિક (ચંડાશુ‘૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org