________________
૧૬ર
[ શ્રી પ્રશ્નોત્તર રત્ન ચિન્તામણિ” નામના ગ્રન્થની પ્રસ્તાવનામાંથી ઉદ્દધૃત કરીને આ લખાણ રજૂ કરીએ છીએ. જેમાં ન્યાયનિધિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાએ, ૧લ્પર માં ભાદ. સુ. ૫ ને ક્ષય હોવાથી શ્રી પર્યુષણ પર્વની આરાધના અંગે સુ. અનોપચંદભાઈના પ્રશ્નના જવાબમાં “પાંચમનો ક્ષય કરવો સારો છે એવું સ્પષ્ટ ફરમાવ્યું છે. –સં. ]
સં. ૧૯૫૨ ની સાલમાં ભાદરવા સુદ પ નો ક્ષય હતો તે ઉપરથી અનુપભાઈએ શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે ભાદરવા સુદ પનો ક્ષય છે તે આખા પર્યુષણની તીથિ ફેરવવી પડે છે તો પાંચમનો ક્ષય કરીએ તો શું વાંધો છે કારણ પાંચમની કરણી ચોથે થાય છે તો પછી આ વખતે બધા પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી. માટે આપનો અભિપ્રાય શું છે તેનો જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી મહારાજે આપ્યો કે પાંચમનો ક્ષય આ વખતે કરવો સારો છે. એવો જવાબ આવ્યો હતો અને ત્યારબાદ ૧૯૫ર ના જેઠ મહીનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યારબાદ અનુપભાઈના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યું એ વાજબી છે. એઓના વચન પ્રમાણે બને તે સારું છે અને એનું વચન કબુલ રાખવું એમ ધારી શ્રીમદ્ આચાર્ય મહારાજના શિષ્યના સમુદાયમાં આ બાબત લખી તેમનો અભિપ્રાય મંગાવ્ય, તેઓએ મહારાજના લખવા પ્રમાણે કરવા સંમતિ આપી. તેમની સંમતી આવ્યા બાદ બીજા સાધુઓ તથા શ્રાવકોને કાગળ લખી તેમને પૂછયું. તે લેકે જવાબ લખે તેને જવાબ પાછો લખી સમાધાન કરી તેઓને અભિપ્રાય એ પ્રમાણે કરવાનો ઘણાનો વિચાર આવ્યો. વળી કેટલાક અમદાવાદના ભાઈઓ અને કેટલાક સાધુઓનો વિચાર મલતો નહિ તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી સિદ્ધિસૂરિજી છાણી ચોમાસું રહ્યા હતા તેમની પાસે સુરત, અમદાવાદ વિગેરે ગામોના કેટલાક ભાઈઓ આવ્યા હતા ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા. તેઓને એ બાબતમાં સેનન-હરમન વિગેરેના પુરાવા આપી તેઓનું સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સમ્મત થયા. આવી રીતે આખા હિંદુસ્થાનમાં રૂબરૂમાં વા કાગળની લખાપટીથી સમાધાન કરી એકત્ર કરી એ પ્રમાણે આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી મહારાજનું વચન મંજુર કર્યું. ફકત પેટલાદમાં જુજ માણસોના હૃદયમાં ન રૂચવાથી અને સુરતમાં એક ભાઈને તે ન સમજવામાં આવવાથી તેમને શાંત કરી પ્રતિક્રમણ જુદું કર્યું બાકી બધે એકત્ર થયું હતું. આ એઓની ગુરૂભક્તિ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org