________________
૧૬૨
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન.. છાપવામાં આવ્યાં. વળી તે વખતે શ્રી દેવસૂરગચ્છમાં સંવિજ્ઞ ગીતાર્થોમાં આચાર્ય એક માત્ર પૂજ્યપાદ પરમ ગુરૂદેવ ન્યાયામ્બેનિધિ આચાર્ય શ્રી વિજયાનન્દસૂરીશ્વરજી મહારાજા હતા. તેમણે પણ સુશ્રાવક અનુપચંદ મલકચંદના પ્રશ્નના જવાબમાં ભાદરવા સુદ ૫ ને ક્ષય કાયમ રાખવો એમ જણાવ્યું. વળી તત્કાલીન સર્વ સંવિજ્ઞ ગીતાર્થોને પણ ભા. સુ. પના ક્ષયને કારણે ભા. સુ. ૩ ને ક્ષય કરીને ભા. સુ. ૪ ની સાંવત્સરિક તિથિને પલટી નાખવી, એ વ્યાજબી લાગ્યું નહિ. આથી, વિ. સં. ૧લ્પર માં, એક માત્ર આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને ગણ્યા-ગાંડ્યા શ્રાવકે સિવાયના તત્કાલીન ચતુવિધ શ્રીસંઘ, ભા. સુ. ૪ના દિવસે જ સંવત્સરી કરી અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી સાથે પેટલાદમાં જૂજ માણસોએ અને સુરતમાં એક માણસે ભા. સુ. ૩ ના દિવસે સંવત્સરી કરી. આ વખતે, છેલ્લા એક સિકાના આશરાથી શરૂ થઈને ફેરફાર પામ્યા કરતી પણ દિવસે દિવસે
પર્વતિથિની હાનિ-વૃદ્ધિ મનાય નહિ”—એવી માન્યતાને સમાજના અજ્ઞાન વર્ગમાં રૂઢ કર્યે જતી પ્રવૃત્તિ, પૂજયપાદ શાન્તતપમૂતિ વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આદિને ખૂબ જ ખટકી હતી. ખેર, આગળ જોઈએ. તે પછી, વિ. સં. ૧૯૯૧ માં ફરીથી ભાદરવા સુદ ૫ નો ક્ષય આવ્યું. આ વખતે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ, ભા. સુ. ૫ ના ક્ષયના બદલામાં ભાદરવા સુદ ૩ ને ક્ષય નહિ કરતાં, ભાદરવા સુદ ૪ ના દિવસે જ સંવત્સરી કરી અને સકલ સંઘે પણ વિ. સં. ૧૫ર ની માફક ભા. સુ. ૪ના દિવસે જ સંવત્સરી કરી. ફેર એને એ જ પ્રસંગ વિ. સં. ૧૯૮૯ માં આવ્યું, ત્યારે પાછા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ અને તેમના સમુદાયે, શ્રીસંઘથી જુદા પડીને, ભા. સુ. ૩ ના દિવસે સંવત્સરી કરી અને સકલ શ્રીસંઘે તે ભાદરવા સુદ ૪ ના દિવસે જ સંવત્સરી કરી. અહીં એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કેવિ. સં. ૧૯૮૯માં તે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ બાબતની પિતાની માન્યતા પ્રચારવાને ઠીક ઠીક શ્રમ ઉઠાવ્યો હતે, છતાં પણ તે વખતે તેમણે શ્રી વિજયદેવસૂરગચ્છની પરંપરાના નામે અને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટકને નામે, તેમાં કાંઈ જ કહ્યું નથી. વળી, વિ. સં. ૧૫ર માં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ભા. સુ. ૫ ના ક્ષયપ્રસંગે, પૂનમના ક્ષયે તેરશને ક્ષય કરીએ છીએ તેમ, ભા. સુ. ૫ ના ક્ષયે ભા. સુ. ૩ ને ક્ષય કરવાનું જણાવેલું, પણ તે વખતે કે તે પછી વિ. સં. ૧૯૧ સુધીમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ
પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરવી એ આપણે જીતવ્યવહાર છે અને તેથી શાસ્ત્રમાં તેનાથી જુદી વાત હોય તો પણ આપણે તે છતવ્યવહારને શ્રી જિનાગમના વચનની માફક માન્ય રાખવું જોઈએ –એવું પ્રતિપાદન એક પણ સ્થલે કયું નથી. વિ. સં. ૧૯૮૯માં, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીની આજ્ઞાથી ઉપાધ્યાય શ્રી દયવિજયજીએ લખેલી “પર્યુષણ પર્વની તિથિને વિચાર અને સંવછરીને નિર્ણય” નામની નાની પુસ્તિકામાં જણાવેલી બીનાઓ પણ આ વિષયમાં ધ્યાનમાં લેવા જેવી છે. અખંડપણની જેમ અપર્વતિથિક્ષયની વાત પણ બેટી છેઃ
૧. આ બધી બીનાઓ જણાવવાનું તાત્પર્ય એ છે કે-પર્વતિથિની ક્ષય-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ વિ. સં. ૧૯૧ સુધીનાં છેલ્લાં લગભગ ત્રણ વર્ષ સુધી અખંડપણે ચાલી હેવાનું જે જણાવ્યું છે તે બેઠું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org