________________
૧૬૦
પં. રૂપવિજયજી મહારાજના પવની ફેટ કેપીનું
અક્ષરશઃ અવતરણ વતિ શ્રી પાર્વેશ નન્હા શ્રીમદ હમદાવાદ નગરતઃ:સંવિામાગી પં. રૂપવિજય ગણિલિખિતં શ્રી નરપતિ હયપતિ ગજપતિ ધરાપતિશત સેવ્યમાન પદપંકજ શ્રી સિંહાજી રાજાધિરાજસંશ્રિત શ્રી વટાદર મહાનગરે સુશ્રાવક પુન્યપ્રભાવક દેવગુરુભકિતકારક સંધમુખ્ય સંધનાયક સંઘલાયક સંધતિલકોપમ ઝવેરી વીરચંદ રૂપચંદ તથા ઝવૅરી કરમચંદ કપૂરચંદ તથા ઝવેરી મૂલચંદ મંગલદાસ તથા ઝરી સેમચંદ ધરમચંદ તથા ઝરી જયચંદ લાલચંદ તથા સા. તારાચંદ્ર જાદવજી તથા સા. અમરચંદ પાનાચંદ તથા સા. ભગવાનદાસ ઝવેર તથા સા. વીરચંદ ફુલચંદ પ્રમુખ સમસ્તસંધ સમવાય જગ્યું ધર્મલાભ જાણો. અપરચાત્ર શ્રી દેવગુરુપ્રસાદે સુખસાતા છે. તુમારી ધર્મકરણી કરવા પૂર્વકને પત્ર આવ્યો તે વાંચીને સમાચાર સર્વ જાણ્યા છે. અપરં તુમે લાયક નાયક યોગ્ય ધર્મધુરંધર
જોગ્ય ગ્રહસ્થ અમારે ઘણી જ વાત છે. તમારી ધર્મ કરણી અનુ- મદિઈ છીઈ તે જાણવું અપર અત્ર કાર્તિક સુદિ ૧૪ ચઉદશ
મંગલવારી કરી છે. ચોરાસીઈ ગચ્છવાલે સ્ત્રાવકે તે જાણો . તથા બુધવારી પુનિમ કરી છે બુધવારી પુનિમ દિને ચતરવિધ સંધ - શ્રી સિદ્ધાચલજીના પટનાં દર્શન ચતુરવિધ સંઘે કર્યા છે તે જાણ
છે. એલો વિજયાનંદસૂરનો શ્રીપૂજ્ય કાર્તિક વદિ એકમ ગુરુવારે ભોજિકનો પટ બાંધીને એકલે ગયો હતો. તેની હાંસી ઘણી જ થઈ ' છે તે જાણજોજી છે
અપર કાર્તિક વદિ અમાવાસ્યા ૨ હતી તે મથે શદવારી અમાવાસ્યા માનવા જોગ્ય . પહેલી અપ્રમાણુ ઓં તે જાણવું જી' તથા પિસ સુદિ ૧૪ ચઉદશિ શુક્રવારી થાયૅ બારસ તેરસ ભેલાં થાયૅ શનીવારી પૂનિમ કાર્યો તે જાણવું છે. અપર સરવત્ર ઠેકાણે પાટણ પાલણપર સીદ્ધપર ખેરોલ વડનગર વીસલનગર વીજાપુર મેંસાણું રાધનપુર સમી સાંતલપુર અમદાવાદ સાણંદ ખેડા લીંબડી વઢવાણું ભાવનગર ઘોઘા પ્રમુખ સરવત્ર મંગલવારી ચઉદશ થઈ . બુધવારૂં માસું ઉતયું ખેં તે જાંણજોજી ધર્મશાસ્ત્ર પ્રમાણે પણ ઈમજ છે તે જાણજી અત્ર તે વિજયાણંદસૂરના ગચ્છના સેરીપૂજ ચરચા પણ કરી નહિ તિમ સંધે પણ એમનું વચન પ્રમાં ૦ કર્યું નથી ગહેલો કરીને ઉવેખી મૂકે છેં. કોઈ માનતું પણું નથી તે જાણજી.
અત્રથી ૫ અમીવિજય પ્રમુખ ઠાણું સાતને ધરમલાભ જાણો કે તત્ર, સંધ સમવાયને ધરમલાભ કહે છે. મિતિસંવત ૧૮૮૬ ના મિગસર સુદિ ૬ ગુરુવારે પાછો પત્ર સંભારીને લખવાછ ઈતિ.... સંધમુખ્ય ઝવેરી વીરચંદ રૂપચંદ પ્રમુખ સંધ સમવાય જોગ્યે શ્રી વડોદરા નગરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org