________________
[ ૧૮ ] જ્યારે પહોંચવા ધારેલ તીર્થનાં દૂરથી દર્શન થાય ત્યાર સેનિયા, ર અને મોતી વગેરેથી તે તીર્થને હ. પૂર્વક વધાવે, તેની સ્તુતિ કરે અને ઉત્તમ મોદક, લાડુ વગેરેની પ્રભાવના કરે.
તીર્થભૂમિ-તીર્થસ્થાનમાં શાસનની અનુપમ પ્રભાવના થાય એ રીતે મહા આડંબર પૂર્વક પ્રવેશ કરે.
તીર્થસ્થાનમાં પ્રવેશ કર્યા પછી ત્યાં અપૂર્વ ઠાઠથી વિધિપૂર્વક મનાત્ર મહત્સવ કરે, અષ્ટપ્રકારી આદિ પૂજા ભણાવે, આચાર્ય મહારાજાદિ ગુરુભગવંતની શુભ નિશ્રામાં નાણ સમક્ષ વિધિ સહિત ઉછામણી લતા પૂર્વક તીર્થમાળા પહેરે, તીર્થની ચારે બાજુ ઘીની (પંચામૃતની) ધારા દેવે, શ્રી જિનેન્દ્રદેવના નવે અંગે વિધિપૂર્વક પૂજન કરે, કુલઘર અને કેળનાં ઘર બનાવી મહામહેવ કરે, જિનમંદિરના શિખર ઉપર કિમતી જરી આન-રેશમી એટ જ ચડાવે, તે દિવસે દાન આપે, શત્રજાગરણ કરે, ગીત-નૃત્યાદિ ઉત્સવ કરે, તીર્થની આરાધનાને ઉદ્દેશીને શક્તિ પ્રમાણે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિની તપશ્ચર્યા કરે, ક્રોડ કે લાખ અક્ષત રેખાથી ભરેલો થાળ પ્રભુની આગળ મૂકે, જુદી જુદી જાતિનાં ફળ, નેવેદ્ય, પકવાન વગેરે ૧૦૮, ૧૦૮ વસ્તુઓ મૂકે, જેનારને આશ્ચર્ય ઉપજે એ સુંદર દશ નિય ચંદર ભગવંતની ઉપર બાંધે, દીપકમાં ઘી પૂરે, તથા આંગી, અંગભૂંછણ, આરતી, મંગલદવે, ધૂપઘાણી, કળશ, ચામર, ચંદન, કેસર, ધૂપ, મિરપીંછી, વાળાકુંચી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org