________________
( શ ) વાળા) ના અખંડ ૫૦૦ આયંબિલ તપની પૂર્ણાહુતિ નિમિત્તે ચૌગાનજીના શ્રી પદ્મનાભસ્વામી ભગવાનના મંદિર વિભાગમાં પૂ આ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. ની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચક્રમહાપૂજન શ્રી સંઘ તરફથી ભણાવવામાં આવ્યું.
તેમ જ ૫૦૦ આયંબિલ તપ પૂર્ણાહુતિના પારણને સમા રોહ શ્રી જૈન હાથીપળની ધર્મશાળામાં સુંદર રીતે ઉજવાયા,
આ પ્રસંગે ચાણસ્માથી આવેલ ૫૦ સાધ્વીશ્રી કીર્તિપ્રભાશ્રીજી મઠ ના સંસારી પિતા જીવનલાલ તથા તેમનાં ધર્મપત્નીએ પ્રભાવના આદિને સારે લાભ લીધે
આમ ૫૦ આ૦ મ૦ શ્રીની પાવન નિશ્રામાં ઉદયપુરમાં શાસનપ્રભાવનાનાં અનેક ધાર્મિક કાર્યો અપૂર્વ રીતે ઉજવાયાં, જે ઉદયપુરના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ રહેશે. [૩૨] ઉદયપુરથી મારવાડ તરફ વિહાર–
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યસુશીલસૂરીશ્વરજી મ૦ શ્રી આદિએ માગશર (પષ) વદ ચોથને ગુરુવારના દિવસે ઉદયપુરથી મારવાડ તરફ જવા માટે બપોરે વિહાર કર્યો
શ્રી હાથીપળ ધર્મશાળાના શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના મંદિર તથા ચોગાનજીના શ્રી શાંતિનાથ, શ્રી મહાવીરસ્વામી-શ્રી પદ્મપ્રભભગવાનના રણે મંદિરે દર્શન કરી, તથા ચતુર્વિધ સંઘને માંગલિક પ્રવચન સંભળાવી પૂ૦ આ
આદિ ભુઆણુ પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org