SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આજીને આશ્રય લેવાય તે તેનાથી પરિમાર્જનનું ફળ આવવાની કોઈ શક્યતા જણાતી નથી. હવે જ્યારે તપાગચ્છીય શ્રમણ-સંઘની લગભગ–એકતા થઈ છે તે સંપૂર્ણ એકતા થવાનું કામ ઝાઝું મુશ્કેલ રહ્યું નથી. પ્રવરસમિતિ સાથે વાટાઘાટ કરીને જ હવે તે સંપૂર્ણ એકતા સાધી શકાય તેમ છે. " સંમેલનના બાવીસ ઠરાવમાંના વધુ વિવાદાસ્પદ બનેલા પાંચ ઠરા સંબંધમાં સ્થૂલથી પણ જે વિચારવામાં આવે તે ય જણાશે કે વિવાદને કઈ સ્થાન નથી. શાસ્ત્રાધારિત સમાધાન જરા ય મુશ્કેલ નથી. (૧) સ્વપ્નાની ઉપજની રકમમાંથી પૂજારી આદિને પગારાદિ આપવાનું “શાસ્ત્રીય છતાં શક્તિસંપન્નાદિ શ્રાવકોએ તે સ્વદ્રવ્યથી જ આ લાભ લેવાનું સંમેલને મુખ્યપણે જણાવ્યું જ છે. એટલે આજે પણ તેવા શ્રાવકને અને સંઘને તેવી પ્રેરણા તે મુનિએ પ્રથમ કરશે જ. (૨) ગુરુપૂજન માટે જ્યારે સાધુ વૈયાવચ્ચને પાઠ મળે અને જ્યારે અનેક સમુદાયમાં તેવી જ પરંપરા પણ ચાલતી હતી ત્યારે સંમેલને બેય–દેવદ્રવ્યની અને વૈયાવચ્ચનીય –પરંપરાને ઊભી રાખી છે. તેમાં કોઈ એકાન્ત આગ્રહ તે રાખ્યું જ નથી. (૩) પૂજારીઓની ઘેર આશાતનાઓ અને તેમના સ્થપાનારા યુનીઅને દ્વારા તેમના તરફથી વધુ થનારી આશાતનાઓને નજરમાં રાખીને સંમેલને “છેવટે” એ ભાવમાં આપવાદિક માર્ગે વાસક્ષેપ-પૂજાનું વિધાન કર્યું છે. અહીં ને બેય ને ભી તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy