________________
માંગલિક વસ્તુઓ, પવિત્ર તીર્થસ્થાનની માટી, ૧૦૮ તીર્થ અને નદીઓના જલ આ બધા યુક્ત પાણીથી અભિષેક કરાય છે. આ બધી ઔષધીઓ કે નદીઓના - તીર્થોના પાણી પણ એમને એમ નથી લાવવાના. સર્વઠેકાણે એના અધિષ્ઠાયક દેવોને આહ્વાન કરી, એમની આજ્ઞા માંગી, શક્ય શુદ્ધિપૂર્વક આ સામગ્રી ભેગી કરવામાં આવી છે.
આવી અનુપમ કોટીની સામગ્રી અને સાથોસાથ હૈયાનો ઉમળકો, ભક્તિનો હર્ષાવેશ, અંતરના ભાવપૂર્વક અભિષેક કરવાના છે. એના દ્વારા આપણી વર્ષોની અશુદ્ધિ તત્કાળ દૂર થાય એમાં નવાઈ નહિ.
એમાં પણ... એક જ દેરાસરમાં થાય અને સામુદાયિક થાય એમાં લાભ અનેરો છે. એકબીજાના અંતરના ઉમળકા-હૈયાની લાગણી સામુદાયિક ક્રિયામાં બધાને સાથ પૂરાવતી હોય છે.
હાલારના ઈતિહાસમાં અભૂતપૂર્વ અને ભવિષ્યમાં પણ ક્યારે શક્ય બને? એવો આ અઢાર અભિષેકનો પ્રસંગ આવ્યો છે.
આ પ્રસંગે યાદ આવી જાય સાત વર્ષ પહેલાં થયેલ રજની દેવડીનો પ્રસંગ. આખા શત્રુંજયનો અભિષેક, લાખોની માનવમેદની અને હૈયાના હિલોળાપૂર્વક થયેલા એ અભિષેકે અનેક આત્માઓને નિર્મળ જીવન બક્યું. તે વખતે લવાયેલ જુદા જુદા તીર્થોના જલમાં ગજપદ કુંડ જે ગિરનાર ઉપર આવેલો છે. તે કુંડનું પાણી પણ લાવવામાં આવ્યું હતું.
ગજપદકુંડનું પાણી અત્યંત પવિત્ર છે. તેના પાણીથી શરીરની દુર્ગધ દૂર કરનાર દુર્ગધા સુખ-શાંતિ પામી હતી. - સૂરજકુંડના પાણીથી ચંદરાજ કૂકડો મટીને ફરી માનવરૂપ પામ્યા હતા. આવા તો અનેક દૃષ્ટાંતો પવિત્ર પાણીનું મહત્ત્વ બતાવે છે. આવા જુદા જુદા અનેક તીર્થો-કુંડો-નદીઓનાં પવિત્ર પાણીથી અભિષેક કરવાના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org