________________
કે ''જિતુ' નો આપને પુત્ર સ્નેહી શ્રી, પ્રણામ, આપશ્રીએ આ પુસ્તિકા હાથમાં લઇને વાંચવાની શરૂઆત કરી એ દર્શાવે છે કે એક સાધર્મિક પ્રત્યે આપ હૃદયસભર ઊંડી-ઊંડી લાગણી ધરાવો છો.
વર્તમાન યુગનો સામાન્ય મનુષ્ય અસહ્ય મોંઘવારી, આર્થિક સંકડામણ, માંદગી તેમજ મંદીના ચક્રવ્યુહમાં ફસાયેલો છે. આ વિષચક્ર પર જીત મેળવવા માટે શિક્ષણ અને રોજગાર બન્ને પાયાના પરિબળો છે. - આપણા જૈન સમાજના છાના ખૂણે સીજાતા, મૂંઝાતા માનવીની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે શિક્ષણ, વ્યવસાય અથવા હુન્નર ઉદ્યોગ મેળવવામાં ઉપયોગી થવાના શુભ આશયથી અને આજનો સાધર્મિક આવતીકાલનો શ્રેષ્ઠી તેમ જ ઉચ્ચ શ્રાવક બને એવા જ ઉદ્દેશથી કેટલાક કલ્યાણ મિત્રો દ્વારા ૨૦૦૭માં જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ, ‘જિત” ની સ્થાપના કરવામાં આવી. આ ગ્રુપમાં અલગ અલગ વ્યકિતત્વ ધરાવતી અને પોત-પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત એવા સફળ વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, સી.એ. એમ.બી.એ, જેવી વ્યકિતઓ સામેલ થયેલ છે.
આ સંસ્થા શાસન સમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજહંસસૂરીશ્વરજી મહારાજા ની પ્રેરણા, આશીર્વાદ, પીઠબળ અને માર્ગદર્શન હેઠળ સતત વિસ્તરી રહી છે.
આજનો સાધર્મિક આવતી કાલની શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બળે