________________
૧૪
મુંબઈ ફક્ત ૧૦ દિવસ પહેલા અમો દરેક જિતના અનુયાયીઓ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય રાજહંસસૂરી મ.સા. ને વંદન કરવા યોગી નગર ગયેલા. ત્યારે આપણા એક સાધર્મિક બહેન પોતાના પુત્રનો જન્મ દિવસ નિમિત્તે પુજય શ્રીના આશીર્વાદ લેવા પોતાના પુત્ર સાથે આવેલા. ગુરુ વંદન કર્યા બાદ એમને એક કવર પુજયશ્રી ના ચરણોમાં મુકી બોલ્યા કે, “ઓલા આપણા જિત' વાળા જે શિક્ષણ માટે કામ કરે છે એમને આપી દેજો આજે મારા પુત્રનો જન્મ દિવસ છે” - જયારે જિતના એક ટ્રસ્ટી તેમના ઘરે આભાર માનવા ગયા ત્યારે ખબર પડી કે બહેન તો વિધવા છે. અને ઈમિટેશન જવેલરી નું કામ કરીને ગુજરાન ચલાવે છે.અને જયારે કવર ખોલીને જોયું ત્યારે ખબર પડી કે કેવી રીતે તેમને આ રૂપીયા ૫૦૦૦/- ભેગા કર્યા હશે ? કારણ કે એ કવરમાં હતી ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ અને ૫૦૦ની જુની ચોળાયેલી નોટો.
કોટી-મોટી ધન્યવાદ છે આ બહેન ને, જેને પોતાના પુત્રનો જન્મદિવસ કેવી સરસ રીતે | ઉજવીને સાર્થક કર્યો.
જેતપુર ની મુલાકાત દરમ્યાન એક બહેને કહેલી કથની એમનાંજ શબ્દોમાં
“મારો ડાયવોર્સ થતા મારે મારા બે સંતાનો સાથે મારા પિયર પાછુ આવવું પડ્યું. મારા પિયર માં મર્યાદિત આવક હતી અને મારા ભાઈ ભાભી મારા મમ્મી અને પપ્પા સાથે રહેતાં હતાં અને અચાનક એક કાળમુખા દિવસે આ ઘરના મુખ્ય આધારસ્થંભ સમાન એટલે કે મારો ભાઇ જેમને સાહજિક બિમારીમાથી કેન્સરનું નિદાન થયું ત્યાર બાદ બિમારીની સારવાર દરમ્યાન અમો પાયમાલ થઈ ગયા, અને એક દિવસ અમારો આધાર સ્તંભ પણ તૂટી ગયો. હવે તો મારા ભાભી પણ એક માંથી બે જીવવાળા થવાનાછે હવે આ ઘર ચલાવવાની જવાબદારી એક ત્યક્તા નારી ના શિરે આવી પડી છે. માટે આપશ્રી ને નમ્રતા ભરી વિનંતી છે. કે અમારા સાત-સાત માણસોના પરિવારને યથાશક્તિ સહાય કરશોજી".
એક સાધર્મિક બહેન
આ છે ‘જિતને થએલા ૨૫૦૦ ઉપરાંત અનુભવો માંથી થોડા અનુભવો
સહારો ધ્યો તમે, આ દુઃખી માનવોને, નવકારના ગણનારા, સાધર્મિક બાંધવોને...
Jain Coucauonema
W
INSTOTY OG
આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને