________________
કેટલાય લોકો આવા જ માળી છે.
વીર્ય બાળપણથી માંડીને આજ સુધી ૧૫-૨૦ વર્ષ દરમિયાન સંગઠિત થઈને ઓજરૂપે શરીરમાં રહીને તેજ, બળ અને સ્કૂર્તિ આપતું રહ્યું. અત્યારે પણ લગભગ ૩૦ દિવસની જે કમાણી હતી અને એક સામાન્ય આવેગમાં આવીને અવિવેકપૂર્વક વેડફી નાખવી એ ક્યાંનું ડહાપણ છે? શું એ પેલા માળીના જેવું જ કર્મ નથી? પેલો માળી તો બે - ચાર વખત આ ભૂલ કર્યા બાદ કોઈના સમજાવવાથી ચેતી પણ ગયો હશે, એણે એ જ ભૂલ ફરીથી નહિ કરી હોય, પરંતુ આજે કેટલાય લોકો એ જ ભૂલનું પુનરાવર્તન કરતા રહે છે. છેવટે પશ્ચાત્તાપ જ હાથ લાગે છે. ક્ષણિક સુખાભાસ માટે વ્યક્તિ કામાંધ થઈને ખૂબ ઉત્સાહથી મૈથુનના કૃત્યમાં ઊતરે છે, પરંતુ કૃત્ય પૂરું થતાં જ એ મડદાં જેવો થઈ જાય છે. એને ખબર જ નથી કે સુખ તો ન મળ્યું, પરંતુ માત્ર સુખનો આભાસ થયો અને એના બદલામાં એણે ૩૦-૪૦ દિવસની કમાણી ખોઈ નાખી!
યુવાવસ્થા સુધી વીર્યનો સંચય થતો રહે છે ને ઓજરૂપે શરીરમાં સ્થિત રહે છે. વીર્યક્ષયથી એ જ નષ્ટ થાય છે. વીર્યરક્ષણનું આટલું મહત્ત્વ હોવાના કારણે જ ક્યારે મૈથુન કરવું, કોની સાથે કરવું, જીવનમાં કેટલીવાર કરવું. વગેરે નિર્દેશો આપણા ઋષિ-મુનિઓએ શાસ્ત્રોમાં આપ્યાં છે.
आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत्पशुभिर्नराणाम्। ભોજન કરવું, ભયભીત થવું, મૈથુન કરવું અને સૂઈ જવું - આટલું તો પશુઓ પણ કરે છે. પશુ-શરીરમાં આ બધું આપણે કરતા આવ્યા છીએ. હવે મનુષ્ય-શરીર મળ્યું છે. હજી પણ જો બુદ્ધિ અને વિવેકપૂર્વક પોતાનું જીવન નહિ ચલાવીએ અને ક્ષણિક સુખો પાછળ જ દોડતા રહીશું તો પોતાના મૂળ ધ્યેય સુધી કેવી રીતે પહોંચી શકીશું? કારણકે પ્રાણી અને મનુષ્યને જો કોઇ અલગ પાડે તો તે ધર્મ છે. માટે જ આયુર્વેદ શાસ્ત્રમાં કહયું છે
ધર્માર્થકામમોક્ષાણાં આરોગ્યે હિ મૂલમુત્તમ”.
Hile નિા
For Personal & Private Use Only
www.jaine
Jain Education International
૩૧