________________
હિસાબ ગણવામાં ઉપયોગી થતા.
આજે શિક્ષણમાં બાળકને શારીરિક શિક્ષા કરાય જ નહી એવો જે પ્રચાર થઈ રહ્યો છે, તે બાળકના કે શિક્ષણના હિતમાં નથી. બાળકને જો શિક્ષકનો ડર ન હોય તો તે શિક્ષકને ગાંઠે નહીં અને શિક્ષક તેને ભણાવી શકે જ નહીં. આજની સરકારે શારીરિક શિક્ષાની વિરુદ્ધના કાયદાઓ કરીને શિક્ષકોને નપુંસક જેવા બનાવી દીધા છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં અશિસ્ત અને અવિનય વધી રહ્યા છે. જો આપણે બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માંગતા હોઈએ તો તેના માટે કડકાઈ જરૂરી છે. આ કડકાઈ કરવાની શિક્ષકને સત્તા આપવાની હિમાયત ચાણક્ય કરી છે. આ ભલામણનો અમલ દરેક મા-બાપે અને શિક્ષકે કરવો જોઈએ.
,
k,
ચાણક્ય નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, જેનો પુત્ર આજ્ઞાંકિત હોય, પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધનવૈભવ થકી સંતુષ્ટ હોય તેના માટે આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે. શ્રીમંતોને પોતાની ધનદોલતનું અભિમાન હોય છે. તેઓ એવું માનતા હોય છે કે ધનથી બધું સુખ ખરીદી શકાય છે, પણ ચાણક્ય અલગ જવાત કરે છે. ધનને જરા પણ મહત્ત્વ આપ્યા વિના ચાણક્ય કહે છે, જેનો પુત્ર આજ્ઞાંકિત હોય અને પત્ની પવિત્ર હોય તેના માટે અહીં જ સ્વર્ગ છે. શું ધનથી આજ્ઞાંકિતપુત્ર અને પવિત્ર પત્ની મેળવી શકાય છે? કોઈ વ્યક્તિ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ પુત્ર કહ્યામાં ન હોય અને પત્ની કુલટા હોય તો તે સુખી બની શકે ખરો? પુત્ર આજ્ઞાંકિત ત્યારે જ બને, જ્યારે તેને આગળ જણાવ્યા મુજબ કડકાઈથી તાલીમ આપવામાં આવી હોય.
સાચા પુત્રની, પિતાની, પત્નીની અને મિત્રની વ્યાખ્યા આપતા ચાણક્ય કહે છે કે, જે પિતાની સેવા કરે છે, તે જ પુત્ર છે. (અર્થાત્ જેઓ પિતાની સેવા નથી કરતા તેમનામાં પુત્ર કહેવડાવવાની લાયકાત જ નથી.) જે પોતાના પુત્ર પાલનપોષણ કરે છે, તે જ ખરો પિતા છે. જેની ઉપર વિશ્વાસ મૂકી શકાય તે જ મિત્ર છે અને જે હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.
Pse 215212
Jain judugatorernational
For Personal & Private Use Only
|
www.jainelibrary.org
૧૫૦.