SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર શક્તિ ડૉ. અભયભાઇએ હોસ્પિટલમાં મારી પુત્રીના જન્મસંસ્કાર કર્યા હતા. તેમને જન્મના ત્રીજે દિવસે સૂર્યદર્શન અને ચંદ્રદર્શન સંસ્કાર કર્યા હતા. મારી પુત્રી રાત્રિના સમયે લગભગ પાંચ-છ વાર જાગતી હતી. એક દિવસે મને ખૂબ જ તાવ આવ્યો. રાતના સમયે મેં તેને કહ્યું કે ‘બેટા, આજે તારી મમ્મી બીમાર છે. માટે તું હેરાન નહીં કરતી.' અને ખરેખર આખી રાત દરમિયાન તે એક પણ વાર ઉઠી જ ન હતી. બીજા દિવસે પણ મને તાવ હતો, મેં તેને આવી રીતે કહ્યું તો તે ઉઠી નહીં. અડધી રાતે મારી તબિયત થોડી સારી થઈ અને હું ઉઠી ગઈ મેં મનમાં વિચાર્યું કે ‘બેટા તું મારા કા૨ણે ભૂખી સૂઈ ગઈ છે ને.' તે સમયે મારી પુત્રી ભર ઉંઘમાંથી ઉઠી અને રડવા લાગી. દૂધ પીને તે ફરીથી સૂઈ ગઈ. ત્યા૨૫છી આખી રાતમાં એક પણ વાર ઉઠી ન હતી. ડૉ. અભયભાઇએ અને મારા ભાઈએ મારી પુત્રીને સૌ પ્રથમવાર આદિનાથ ભગવાન (મંડપેશ્વર રોડ)ના દર્શન કરાવ્યા હતાં. ત્યાં પ. પૂ.પન્યાસ ભગવંત શ્રી મુક્તિવલ્લભ મ.સા. માંગલિક સંભળાવી, વાસક્ષેપ કરી, તેમણે પાર્થીને આશીર્વાદ આપ્યા. મારી મમ્મી રોજ તેને નવકારમંત્ર સંભળાવે છે. મારા ઘરમાં અમે મારી પુત્રીને ગુરુ મ.સા.ની સ્તુતિ, સ્તવનો વગેરે સંભળાવીએ છીએ. મહિનો થઈ ગયા પછી તેને પૂજા કરવા લઇ જઇએ છે. થોડા દિવસ પછી હું રાતના મારી પુત્રીને દૂધ પીવડાવતી હતી. મારી મમ્મીએ કહ્યું કે‘પાર્શ્વ બેટા આપણાથી રાત્રિભોજન ન થાય.’ ત્યાર પછી મારી પુત્રી ક્યારેય પણ રાતના સમયે દૂધ પીવા ઉઠી જ નથી. ગુરુભગવંતના આશીર્વાદ, તેમના કહેતા વચનો અનુસાર અમારા જીવનમાં ઘણા ચમત્કાર થઈ ગયા. ભવોભવ એમની કૃપા જગતના સર્વ જીવો ૧૪૫ International For Personal & Private Use Only www.ja
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy