________________
કારણ તેઓ સ્વયંસંબુદ્ધ હોય છે, છતાં પણ એક નિમિત્તથી વૈરાગ્ય તીવ્ર બની ગયો એમ કહેવાય છે. તેથી પૂ. ઉપાધ્યાયજી વીર વિજયજી મહારાજે કહ્યું છે કે "ચિત્રામણ જીન જોવતાં વૈરાગ્યે ભીના" ત્યારબાદ લોકાંતિક દેવોએ આવીને પાર્થ પ્રભુને વિનંતી કરી કે, "હે પ્રભુ! ધર્મતીર્થને પ્રવર્તાવો" ત્યારબાદ બધા પરિવારને પ્રભુએ દીક્ષા લેવાની વાત કરી. ત્યારે પ્રભાવતી બોર બોર જેવડા આંસુઓ પાડતીરડવા લાગી. માતા-પિતા પણ ખિન્ન બની ગયા. બધાને પાર્શ્વકુમારે સમજાવ્યા અને એક વર્ષ સુધી વર્ષીદાન આપી પ્રભુએ માગસર વદ (પોષ વદ) -૯થી અઠ્ઠમ તપશરૂ કર્યો.
પાશ્વ
તાકી રક્ષા
માગસર વદ ૧૧ ના શુભ દિવસે ઘરનો ત્યાગ કરી વિશાળા નામની | શિબિકામાં બેસી વાજતે ગાજતે વરઘોડાપૂર્વક કાશીનગરીની બહાર આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકામાંથી ઉતરી અશોકવૃક્ષની નીચે આભૂષણો અને વસ્ત્રો પોતાના હાથે ઉતારી પંચમુષ્ટિ લોચ કરી ત્રણસો મુનિઓની સાથે ૩૦વર્ષની યુવાવસ્થામાં ચાર મહાવ્રત અંગીકાર કર્યા.
પૂ. ઉપાધ્યાય વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં કહ્યું છે કે, "અઠ્ઠમતપ ભૂષણ તજી રે ઉચ્ચરે મહાવ્રત ચાર, પોષ બહુલ એકાદશીએ ત્રણ સયા પરિવાર નમો" માગસર વદ-૧૨ ના દિવસે ધન્ય સાર્થવાહને ત્યાં પારણું કર્યું, તે ધન્યાતિ ધન્ય બની ગયો.
valinternational
For 26an & Private Use Only
www.jainelibrary.org