________________
કિરણવેગ મુનિ દેહાધ્યાસ છોડી ધર્મધ્યાનમાં સ્થિર થઈ ગયા. તેથી તેઓનો આત્મા વેદનામુફ બની ગયો. શરીરમાં વેદના થાય છે. આત્મા અને મન ઉપર તેની અસર થતી નથી, વેદનાથી જરાયે આર્તધ્યાનના ભાવ આવતા નથી.
પમો ભવ દેવ અને નારક મરુભૂતિનો જીવ કિરણવેગ મુનિ શુભધ્યાનમાં મૃત્યુ પામી ૧૨મા દેવલોકમાં દેવ થયા અને સર્પ મરીને નરકમાં ગયો. એક આત્મા અસંખ્ય વર્ષો સુધી દૈવિક સુખના ભોક્તા બન્યો. ત્યારે બીજો આત્મા અસંખ્ય વર્ષો સુધી નરકની ભયંકર યાતના અને ત્રાસનો શિકાર બન્યો. એક જીવને શુભકર્મનો અનુબંધ ચાલે છે. બીજાને અશુભ કર્મનો અનુબંધ ચાલે છે. જીવ
જ્યાં સુધી સાવધાન નહિ બને, તો અશુભ અનુબંધ ચાલ્યા જ કરશે. આવું જાણીને આપણે સાવધાન બનવાની જરૂર છે. અશુભ અનુબંધ તોડવા પંચસૂત્રમાં બતાવેલ દુષ્કતગર્ભાવગેરે ઉપાયો અજમાવવા જેવા છે.
છઠ્ઠો ભવ વજનાભ રાજા અને કુરંગ, ભીલ્લા
બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયા પછી મરુભૂતિનો જીવ પશ્ચિમ મહાવિદેહની સુગંધી વિજયમાં શુભંકરા નગરીમાં વજવીર્ય રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ વજનાભ રાખવામાં આવ્યું. યુવાન વયમાં વિજયા નામની રાજકન્યા સાથે લગ્ન થયા. વર્ષો પછી તેણીને એક પુત્ર થયો. તેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું.
એક વખત ક્ષેમંકર નામના તીર્થંકર પરમાત્મા વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા. રાજાવજનાભસમવસરણમાં દેશના સાંભળવા ગયા. મીઠી મધુરી પ્રભુવાણી સાંભળીવજનાભનું હૈયું હચમચી ગયું, તેઓ વિરક્તબન્યા.
મહેલમાં આવી પુત્ર આદિને સમજાવીને ચક્રાયુધનો રાજ્યાભિષેક કર્યો. પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વજનાબે તીર્થકર ક્ષેમંકર પ્રભુ પાસે સંયમનો સ્વીકાર કર્યો. તીર્થંકર પ્રભુ પાસે વિશિષ્ટ જ્ઞાન મેળવવા આત્મસાધનામાં તત્પર બની વજાનાભ મુનિ ગીતાર્થ જ્ઞાની બન્યા. યોગ્ય લાગવાથી તેમને પ્રભુએ અલગ વિહારની રજા આપી. તેઓ આકાશગામિની વિદ્યાથી સુકચ્છ વિજયમાં ગયા અને પહાડોમાં વિચરવા લાગ્યા.
Jain Education
a
l
For Personal &75ate Use Only