________________
પુનિત આપે છે. અરવિંદ રાજાઓ
પુરોહિતપદ ઉંમરમાં મોટો હોવાથી કમઠને આપ્યું, છતાં દોષોથી તે નિવૃત્ત થયો નહિ. બીજી બાજુ કાર્યની દક્ષતા જોઈને રાજા મરુભૂતિ ઉપર આફરીન થઈ ગયો. તે
રાજાનો પ્રીતિપાત્ર બની ગયેલ. માતા - પિતાનું છત્ર ચાલ્યું જવાથી કમઠ વધારે ઉશૃંખલ થઈ ગયો.
એક વખત હરિશ્ચંદ્ર નામના મુનિરાજશ્રી પોતનપુરમાં પધાર્યા. મરુભૂતિએ સત્સંગ કર્યો. જેમ કોયલને આમ્રવૃક્ષ જ ગમે, તેમ સદાચારીને સત્સંગ ગમે. મુનિરાજશ્રીએ વિષય - વૈરાગ્ય અને કષાય - ત્યાગ તથા સમ્યગ્દર્શન આદિ તાત્ત્વિક વિષયો પર પ્રકાશ પાથર્યો. તેથી મરુભૂતિ
સમ્યગ્દર્શન પામ્યો. તેને વિષયનો વૈરાગ્ય થયો હોવાથી તેની કામવાસના | ઓછી થવા માંડી. આ જોઈને તેની પત્ની વસુંધરા તેનાથી વિમુખ થવા માંડી. મિથ્યાષ્ટિ આત્માઓને ભૌતિક સુખો જ ગમતા હોય છે. જેમ તાવવાળાને જીભે કડવાશ હોવાથી તેને મીઠી વસ્તુ પણ કડવી લાગે છે, તેમ મિથ્યા દૃષ્ટિને વૈરાગ્ય જેવી ઉત્તમ વસ્તુ પણ સારી લાગતી નથી. તેને તો રંગરાગ માણવાની જ તડપ હોય છે. મરુભૂતિ ધર્મધ્યાનમાં સમય પસાર કરતો હતો. આ બાજુ જેઠકમઠ નાનાભાઈની પત્ની વસુન્ધરા સાથે ઠઠ્ઠામશ્કરી કરવા લાગ્યો.
ધીરે ધીરે શારીરિક સંબંધ સુધીના પાપે પહોંચી ગયો. વિષયાનન્દી બનીને માનવ સ્વહિતાહિત જોતો નથી. આલોક અને પરલોકને પણ ભૂલી જાય છે. કમઠની પત્ની અરુણાએ એક દિવસ બંનેની પાપલીલા સગી આંખે જોઈ તેથી તેણે મરુભૂતિને આ અંગે તપાસ કરવા પ્રેરણા કરી, તેથી મરુભૂતિએ એક રાત્રિએ વેષ પરિવર્તન કરી કપટનિદ્રાનો દેખાવ કરીને વસુંધરા અને કમઠની પાપવૃત્તિ
Bible
GALERI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org