________________
૩૩) વિજ્ઞાન અને ધર્મ આમને સામને
. સર્વશ્રેષ્ઠ મંત્ર એટલે નવકાર. ૧) ૧૪ પૂર્વમાં ૧૦માં પૂર્વનું નામ વિદ્યાપ્રવાદ પૂર્વ છે. ૨) ૧૦માં અંગ પ્રશ્નવ્યાકરણમાં પણ વિદ્યામંત્રાદિ હતા. હવે બધું વિચ્છેદ થયું છે.
હમણાં કોઈ વિધિ મળતી નથી. ૩) આઠ પ્રભાવકોમાં પાંચમા પ્રભાવક મંત્ર સિદ્ધ હતા. ૪) મંત્રના અધિષ્ઠાયક દેવો હોય છે, વિદ્યાની અધિષ્ઠાયિકા દેવી હોય છે. ૫) શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર નવકાર છે. તેના ૬૮ અક્ષરો છે. ૬) એક એક અક્ષર ઉપર ૧૦0૮ વિદ્યાદેવીઓનો વાસ છે. માટે બીજા કોઈપણ
મંત્રનાં ચક્કરમાં પડવા કરતાં “જય નવકાર કરે ભવપાર”. ૭) બીજામંત્રના સમય જુદા જુદા હોય છે. નવકાર મહામંત્ર ગમે ત્યારે ગણી શકાય છે. ૮) અન્ય તંત્ર શક્તિઓ પ્રાયઃ રોદ્ર છે, ભયાનક છે, હિંસક પણ હોય છે. નવકારની
તંત્ર શક્તિ અચિંત્ય છે, સૌમ્ય છે. શ્રધ્ધાથી ગણનારને તત્કાળ ફળ આપે છે. સાંપ ફૂલની માળા બને, અગ્નિ સુવર્ણ સિંહાસન બને, નાગ ધરણેન્દ્ર બને, સમડી
સુદર્શના બને.. આ બધો નવકારનો મહાપ્રતાપ છે. ૯) સિદ્ધચક્ર જેવો કોઈ યંત્ર નથી. શ્રી હીરાભાઈ (ગિરધરનગર), શ્રી હિંમતભાઈ
(બેડા) શ્રી બાબુભાઈ આદિ દરરોજ સિદ્ધચક્ર યંત્રની પૂજા, પૂજન અને આરાધના - ' કરે છે.. ૧૦) બે પ્રતિક્રમણ, પાંચ પ્રતિક્રમણના સૂત્રોગણધરભગવંત આદિ મહાપુરુષોએ રચેલા
છે. તે તમામ સૂત્રોમાં મંત્રશક્તિઓ પડેલી છે. ૧૧) શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, શ્રી સંતિક સ્તોત્ર, શ્રી ભક્તામર સ્તોત્ર, શ્રી શાંતિપાઠ,
શ્રી ઋષિમંડલ સ્તોત્ર આદિનો મંત્રપૂર્ણ પ્રભાવ આજે પણ જાણી શકાય છે.
ગુડનાઈટ. ૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org