________________
ન
પાતરા, તરપની, ઓઘો, ચરવલી, પુંજણી વગેરે.) આ ઉપકરણોના દર્શન કરવાથી આ ભવ તો સુધરે જ, પરભવ પણ સુધરી જાય, ભવોભવ સુધરી જાય. દર્શન માટે રાખેલ ઉપકરણો સાધ્વીજી પાસે ન બનાવી શકાય, બહેનો શીખીને ઓધો વિગેરે બનાવે, પાત્રા રંગે એ ઉચિત છે. એજ રીતે ચરવલો સાધ્વીજી પાસે બનાવીને ન લેવાય. દર્શન માટે રાખેલ ઉપકરણો નિર્દોષ હોવાથી અવસરે નિર્દોષ વહોરાવવાનો લાભ મળી જાય.
ટી.વી. બ્રહ્મા, ટી.વી. વિષ્ણુ, ટી.વી. દેવો મહેશ્વરઃ । ટી.વી. સાક્ષાત્ પરમ બ્રહ્મા, તસ્મૈશ્રી ટી.વી. ગુરવે નમો નમઃ ।। આજનો માનવી બીવીને છોડવા તૈયાર છે, ટી.વી. નહીં છોડે !
ઓ પૂજ્ય વાલીઓ ! જાગો અને સમજો..!
જો આપને આપના સંતાન પ્યારા હોય, એમનું ભવિષ્ય તમે વિચારી શકો એવી બૌદ્ધિક ક્ષમતા હોય તો હવે ટી.વી. નો બહિષ્કાર કરો.
આજની લેટેસ્ટ ન્યૂઝ ...
કેનેડાની એક માસુમ ૧૪ વર્ષની છોકરી પર નરાધમોએ બલાત્કાર ગુજાર્યું.
આ પાપાચારનો મૂલ ટી.વી. ના ભયંકર સેક્સી દશ્યો હતા. ૧૩ લાખ હસ્તાક્ષર ભેગા કરી ઓટોવામાં પ્રાઇમ મિનીસ્ટર ને હાથોહાથ પત્ર પહોંચાડી ધમકી ભર્યા શબ્દોમાં વિનંતી કરવામાં આવી, જો ટી.વી. પર અશ્લીલ અને હિંસક દશ્ય બંધ કરવામાં નહીં આવે તો ભયંકર પરિણામની ચેતાવની આપી. સંપૂર્ણ સેનેટે પત્રને ખુબ ગંભીરતાથી લઈ અને સંપૂર્ણ દેશમાં અશ્લીલ અને હિંસક પ્રસારણ પર પ્રતિબંધ લગાડી દીધો. (ભારતના માંધાતાઓની આઁખો ક્યારે ખુલશે ?)
ભાયખલાની જેલમાં કેદ ૨૫૦ બાળકોએ કહ્યું અમે જે પણ મર્ડર આદિ ભયંકર અપરાધ કર્યા છે એનું મૂલ ટી.વી. છે. ભાવનગરમાં કેટલા’ય મુસ્લિમોએ મળીને પોતાના ટી.વી. સેટો તોડી નાંખ્યા છે. (સૌરાષ્ટ્ર સમાચાર) વીડીયોગેમથી પણ બાળકોમાં હિંસક વૃત્તિ પેદા થાય છે.
મીઠાશ વગરની સાકર, સુવાસ વિનાનો ફૂલ જેમ અર્થહીન છે, તેમ સંસ્કાર વિહોણા સંતાન સંતાપ ને આપવાવાળા થાય છે.
Jain Education International
ગુડનાઇટ... ૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org