________________
પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરુ. મ. આવે તે પહેલાં જ હાજર થઈ
જવું.
કોઈની પણ સાથે આપણા કે સામી વ્યકિતના સ્વભાવદોષથી સંઘર્ષ, સંક્લેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવું. ચાતુર્માસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજિયાત છે. સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભૂલવું નહીં. ચૂનાવાળું પાણી ૭૨ કલાક ચાલે, બાદ નિર્જીવ ભૂમિમાં સૂકામાં ૭૨ કલાકની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે . વધારાનું પાણી જયણાપૂર્વક પાઠવવું. પરોઢિયે તમામ ક્રિયાઓ મનમાં કે અત્યંત ધીમા અવાજે કરવી જેથી આજુબાજુના લોકોને તકલીફ ના થાય.
ઉપધાનમાં ૧૦૦ ખમાસમણા વખતે બોલવાનાં પદો
પહેલું અઢારીયું : શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમ: બીજું અઢારીયું : શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમો નમ: ચોકિયું : શ્રી ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમ: છકીયું : શ્રી શ્રુતસ્તવ - સિદ્ધસ્તવ અધ્યયનાય નમો નમ: પાંત્રીશું : શ્રી શકસ્તવ અધ્યયનાય નમો નમ: અઠ્ઠાવીશું શ્રી નામસ્તવ અધ્યયનાય નમો નમઃ
૧ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org