SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ) ૮) શ્રી અરવિંદભાઈ રમણીકલાલ શાહ (નવસારીવાળા) તા.૩૧-૧-૯૭. I પાલીતાણાનો સંઘ શેઠ શ્રી કાળા મીઠાની પેઢી શ્રી ઘોઘાતીર્થનો વહીવટ કરતી પેઢી “શેઠ કાળા મીઠા' ના નામે કેમ થયો હશે : તેનો પણ એક શિલાલેખ શ્રી સુવિધીનાથ ભગવાનની મૂર્તિ કે જે ઘણા વર્ષો પહેલા T જ્યારે ભોયરામાં હતી, તે ભોંયરાના એક ગભારામાંની ઉત્તર દિશાની દીવાલ પર લેખ | 1 છે. એ લેખ જોતા જણાય છે કે અહીંના સંઘનો બધો વહીવટ શેઠ કાળા મીઠા કરતાં IT હશે. તે સમયે મીઠા સુંદરજી શેઠાઈ કરતાં હશે. તેમના સુપુત્ર કાળા શેઠ થયા અને | તેમના નામ પરથી પેઢીની સ્થાપના કરવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાય છે. ભોજનશાળા શ્રી ઘોઘા તીર્થમાં હંમેશા આખા દિવસ દરમ્યાન ભાતુ અપાય છે તેમજ કે ભોજનશાળા પણ ચાલુ છે. આ ભોજનશાળાની સ્થાપના ઘોઘાના વતની શ્રેષ્ઠીવર્ય! શ્રીયુત ચીનુભાઈ હરીભાઈ શાહની સુંદર ભાવનાથી, તેઓશ્રીના પ્રયાસથી જ શરૂ થયેલ iા છે. આજે ભોજનશાળામાં ત્યારથી ફ્રી પદ્ધતિ અપનાવામાં આવેલી છે. I થોડા વર્ષ પહેલાં જ આ ભોજન શાળાનું તે જ મકાનમાં નવ નિર્માણ કરી અને II તેને વધુ આધુનિક બનાવવામાં આવેલ છે. ભોજનશાળાના પૂરક નિભાવ ખર્ચ માટે ભોજનશાળાના વિશાળ હોલમાં દાતાઓના કલર ફોટા મુકાવવાની યોજના શરૂ કરવામાં આવેલ છે. ભાવિકોના ફોટા લગાડવામાં આવેલ છે. આમાં પણ આ યોજનામાં વિશેષ | પ્રકારે અલગ અલગ શહેરોમાં રહેતા ઘોઘા વાસીઓએ વધુ લાભ લીધેલ છે. આ યોજના સર્વે માટે લાભ લેવા આજે પણ ચાલુ જ રાખેલ છે. પોષ દશમી IT - શ્રી પાર્શ્વનાથ ભગવાનના કલ્યાણકની આરાધના સામુદાયિક અઠ્ઠમતપથી દર વર્ષે | . ત્યાં કરવામાં આવે છે. ૫.પૂ. આચાર્ય મહારાજશ્રી ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા., પ.પૂ.આ. | મહારાજશ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના સદ્ધપદેશથી કાયમી ભંડોળ ઊભું કરાવી I; | આ આરાધના વર્ષો વર્ષ વધુ સારામાં સારી રીતે સામુદાયિક રીતે થાય તેવી ભાવના પ્રદર્શિત કરેલ હતી. જે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય છે. - પીરમબેટ સમુદ્ર માર્ગે ઘોઘાથી બહુ જ નજદીક છે. પીરમબેટ પણ એક સમયમાં સમૃદ્ધ અને સુંદર હતું જ્યાં જૈનોની વસ્તી ઘણી હતી. જૈન જિનાલય પણ ઘણા હતા સૌજન્ય : શ્રી પ્રવિણચંદ્ર પન્નાલાલ શાહ પરિવાર - ઘાટકોપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005642
Book TitleGhogha Tirth Itihas
Original Sutra AuthorN/A
AuthorKala Mitha Pedhi Ghogha
PublisherKala Mitha Pedhi Ghogha
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy