________________
સાધર્મિક ભક્તિ અભિયાન આચારાંગ સૂત્રના બીજા અધ્યાયના સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમો પોતાના દુઃખનો અનુભવ કરો છો, એવી રીતે બીજાના દુઃખનો અનુભવ કરો અને બીજાને તેના દુઃખમાં રાહત થાય તેવા પ્રયત્ન કરો.
આપણી આજુબાજુ દુઃખી અને નબળી આર્થીક પરિસ્થિતિવાળા અનેક સાધર્મિક ભાઈઓને જોઈએ છીએ. આ દુઃખી ભાઈઓનું દુઃખ હળવા કરવા તેમને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરવો તે સાધર્મિક ભક્તિ છે. આવા સાધર્મિક ભાઈઓને મદદ રૂપ થવા માટે શ્રીમતી મરઘાબેન ચીમનલાલ વકીલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સાધર્મિક ભક્તિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
અભિયાનની વિગત અને કુટુંબની પસંદગી :૧. અમદાવાદના વિવિધ વિસ્તારના દેરાસરમાં સાધર્મિક ભક્તિ અભિયાન
અંગેનું બોર્ડ મૂકવામાં આવે છે. નક્કી કરેલી વિગતોવાળા ફોર્મમાં
જરૂરિયાતવાળા કુટુંબો ની વિગત મંગાવવામાં આવે છે. ૨. આ ફોર્મની યોગ્ય ચકાસણી ટ્રસ્ટ પોતાના કર્મચારી દ્વારા કરાવે છે, અને
વિધવા બહેનોને પ્રથમ પસંદગી, માસિક ૧૦૦૦ થી વધુ ઓછી આવક વાળાને બીજી અને ૧૫૦૦થી ઓછી આવકવાળાને ત્રીજી પસંદગી આપી યાદી બનાવવામાં આવે છે.
જે સાધર્મિક કુટુંબોને પસંદ કરવામાં આવ્યા હોય છે તે કુટુંબોને વાર્ષિક રૂપિયા ૧૦૦૦-૦૦ ની મર્યાદામાં રહીને અનાજ મોકલી ભક્તિ કરવામાં આવે છે. સાધર્મિક બંધુઓની ભક્તિ માટે નાણાંનું આયોજન :
શ્રીમતી મરઘાબેન ચીમનલાલ વકીલ ચેરીટેબલ ટ્રસ્ટ પોતાના ફંડ માંથી દર વર્ષે રૂ. એક લાખના ખર્ચે એક્સો કુટુંબની ભક્તિ કરે છે. આ ઉપરાંત શ્રી અનિલભાઈ બકેરી તથા રૂબી ઈન્ડસ્ટ્રીઝ વાળા ધીરૂભાઈ કપાસી પરિવાર તથા શ્રી હસમુખલાલ કસ્તુરચંદ શાહએ. ટ્રસ્ટ તરફથી ૫૦ કુટુંબને ભેટ મોકલવાનું નક્કી કરવામાં આવેલ છે. બાકી મિત્રો અને અન્ય સુખી શ્રાવક કુટુંબો તરફથી એક થી દસ કુટુંબ અપનાવી ૪૦૦ કુટુંબની ભક્તિ કરવામાં આવી છે.
આ અભિયાનમાં કુલ એક હજાર કુટુંબની ભક્તિ કરવાનું આયોજન છે.
mary.org