________________
છે. કાયોત્સર્ગ એ આત્મા સુધી પહોંચવાનું દ્વાર છે. ભાવપૂર્વક કરેલ કાઉસગ્ગથી આપણી ચેતનાનું તીર્થકર અને સિદ્ધ પરમાત્માઓની ચેતના સાથે અનુસંધાન થાય છે.
પ્રત્યાખ્યાન
ત્યાગ કરવાની ભાવનાને પ્રત્યાખ્યાન-પચ્ચખાણ કહે છે. પચ્ચખાણ એટલે પ્રતિજ્ઞા દ્વારા જીવનને સંયમિત બનાવવું. જીવનને સંયમિત બનાવવા માટે બે જાતની વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છેઃ દ્રવ્ય અને ભાવ. અન્ન, વસ્ત્ર વગેરે બાહ્ય વસ્તુઓ દ્રવ્યરૂપ છે અને અજ્ઞાન અસંયમ, વગેરે ભાવરૂપ છે. સંયમ અને તપ એ બન્નેનો સંગમ થાય એ જ સાચો મોક્ષ માર્ગ છે. અને તે માટે પ્રત્યાખ્યાન બહુ જ જરૂરી છે. બાહ્ય તપ જેવાં કે ઉપવાસ, એકાસણું, આયંબીલ, વગેરેનો પ્રયોગ સમજણપૂર્વક અને પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોના પાલન માટે સાધનરૂપ હોવા જોઈએ. શારીરિક તપ કર્યા પછી જો ક્રોધ, રાગ વૈષનો ત્યાગ ના થાય તો તે તપની કોઈ કિંમત નથી. અન્ન, વસ્ત્ર, વગેરે બાહ્ય વસ્તુઓનો ત્યાગ, સમજણપૂર્વક અને મનની દરેક વૃત્તિઓ પર સંયમ પ્રાપ્ત કરવાના હેતુથી થવો જોઈએ. જો પચ્ચખાણ, શ્રદ્ધા, જ્ઞાન, વિનય પૂર્વક અને ભાવપૂર્વક કરવામાં આવે તો તે શુદ્ધ પચ્ચખાણ છે.
પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોનું પાલન નહીં કરવાથી જે પાપ કર્મ બંધાય છે તેનું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણથી થાય છે. પરંતુ પછી એ કર્મો ફરીથી ન બંધાય તે માટે પ્રતિજ્ઞા અર્થાતુ પ્રત્યાખ્યાન કરવાનું જરૂરી છે. નહીંતર પ્રતિક્રમણનો પણ અર્થ સરતો નથી.
આવશ્યક ક્રિયા આત્માના વિકાસને અનુલક્ષીને જ પ્રભુએ સૂચવેલ છે. મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ તેમ જ મનની સ્થિરતા પામવા માટે આ આવશ્યક ક્રિયાઓ સચોટ સાધન છે. આ સ્થિરતા પ્રાપ્ત કરવા પ્રભુએ જે સિદ્ધાંતોનું પાલન કરવાનું દર્શાવેલ છે એ સિદ્ધાંતોનું પાલન કરવામાં આ ક્રિયાઓ બહુ જ મદદ કરે છે. સામાયિક કરવાથી જીવનમાં સમભાવની ભાવનાનો સંચાર થાય છે. તેનું ફળ પાપજનક પ્રવૃત્તિની નિવૃત્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org