________________
જ તે સાર્થક ગણાય. તપથી ઇન્દ્રિયો અને મન ઉપર સહજપણે સંયમ પ્રાપ્ત થાય છે અને વિનય, નમ્રતા વગેરેનો ભાવ પ્રગટ થાય છે.
ઉપરના સિદ્ધાંતો પૂરેપૂરા સમજવાથી અને તેનું સમગ્રપણે પાલન કરવાથી મનુષ્યમાં સગુણો જેવા કે ક્ષમાપના, વિનય, નમ્રતા, સંતોષ, અનાસક્તિ, દાન કરવાની ભાવના વગેરેનો સંચાર થાય છે. અને ધીરે ધીરે મન નિર્મળ બનતું જાય છે. અને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરી શકે છે.
મોક્ષ એટલે સર્વ કર્મોનો ક્ષય. સર્વ કર્મોનો ક્ષય થતાં ઉર્ધ્વગમન થવું તે આત્માનો સ્વભાવ છે. આમ થતાં આત્મા લોકના અગ્ર ભાગે પહોંચી અને અટકી જાય છે. અને ત્યાં સ્થિર થઈ જાય છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. દેવો પણ દેવગતિમાંથી મોક્ષનું પરમ ધામ પામી શકતા નથી.
મોક્ષ પ્રાપ્તિ માટે સંસારનો ત્યાગ કરી સાધુ ધર્મ સ્વીકારવો અનિવાર્ય છે. જૈન દીક્ષા લે છે તેમને ઉપર દર્શાવેલ પાંચ વ્રતો પૂરેપૂરાં પાળવાની પ્રતિજ્ઞા લેવાની હોય છે. આ પ્રતિજ્ઞાને મહાવ્રત કહેવાય છે. પુરુષ હોય કે સ્ત્રી હોય છે પણ જૈન દીક્ષા લે છે તે દરેક જીવનની છેલ્લી ઘડી સુધી પાંચ મહાવ્રતનું ચુસ્તપણે પાલન કરે છે. નિર્મળ જીવન જીવે છે અને આત્માને સર્વ કર્મોથી મુક્ત કરી મોક્ષમાં જવાની તીવ્ર ઇચ્છા રાખે છે. જૈન સાધુ ભગવંતને પાંચ મહાવ્રત ઉપરાંત અન્ય આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. તેઓ સિલાઈ વિનાના સફેદ કપડાં પહેરે છે. તે બુટ ચંપલ કે વાહનનો ઉપયોગ કરતા નથી. પોતાની માલિકીનું ઘર કે ધન દોલત ધરાવતા નથી. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આહાર પાણી લેતા નથી. પોતે જીવનભર ઉકાળેલું પાણી પીવે છે. અને ભિક્ષા માગીને પોતાનો જીવન વ્યવહાર ચલાવે છે. તેઓ સ્વાધ્યાય, ધ્યાન, જપ, ધર્મ વાંચન અને ઉપદેશ આપવામાં રાત દિવસ વ્યસ્ત રહે છે.
દરેક માણસ માટે સંસાર ત્યાગ શક્ય નથી. માટે સંસારમાં રહીને ધર્મ પાલન કરવું તેને શ્રાવક ધર્મ કહે છે. મહાવીર પ્રભુએ શ્રાવક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org