________________
ખાવાની આ કારણને લીધે જ શાસ્ત્રમાં સલાહ આપવામાં આવેલી છે. બટાટા, કાંદા, આદુ વગેરે કંદમૂળ ખાવા માટે પણ ધર્મમાં નિષેધ કરવામાં આવેલ છે. આ કંદમૂળો જમીનમાં થતાં હોવાથી તેમાં અસંખ્ય સુક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે અને તેમની હિંસા થાય છે. આ ઉપરાંત શાસ્ત્ર અને આરોગ્યની દૃષ્ટિએ આ પદાર્થો ખાવાથી વિકાર વાસના અને ક્રોધના આવેગને ઉત્તેજિત કરે છે. માટે કંદમૂળોને સાવ વર્જ્ય ગણવામાં આવેલ છે. જૈન ધર્મમાં માંસાહાર કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવેલ છે. અહિંસાના સિદ્ધાંતો મુજબ સર્વ જીવો સમાન છે. માટે આ જીવોની હિંસા કરી તેનો ઉપયોગ કરવાનો કોઈને હક્ક નથી. અને તે મહા પાપ છે. આ ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ પણ માંસાહાર એ હિતકર નથી. અને શરીરમાં સંખ્યાબંધ રોગો ઉત્પન્ન કરે છે.
શરાબ પીવાથી માનસિક સમતુલા ગુમાવી બેસવાથી ગુસ્સો આવે, ચિંતા, ભય, શોક, અને ઉદાસિનતાનો શિકાર બની જવાય છે. માનસિક તણાવ વધ્યા કરે છે અને મનુષ્ય મગજની સમતુલા ગુમાવી બેસે છે, માટે જૈન ધર્મમાં શરાબના સેવનનો નિષેધ છે.
ઉપર મુજબ મહાવીર પ્રભુએ મોક્ષ માર્ગના પ્રથમ પગથિયા તરીકે કોઈ પણ પ્રકારની હિંસામાંથી બચવા માટે ઉપદેશ આપેલ છે. દીક્ષા લેતી વખતે સાધુ ભગવંતે સ્થૂળ તેમ જ સૂક્ષ્મ બધા જ જીવોની આજીવન સંપૂર્ણપણે રક્ષા કરવાની અને દયાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવાની હોય છે. તેને મહાવ્રત કહેવાય છે. સાધુ ભગવંતને આ પ્રતિજ્ઞા મન, વચન અને કાયાથી કોઈ જીવની હિંસા કરશે નહીં, કરાવશે નહીં અને અનુમોદન ક૨શે નહીં તે મુજબની લેવાની હોય છે અને ચુસ્તપણે પાલન કરવાની હોય છે. શ્રાવક તો ગૃહસ્થી છે, સંસારી છે, પુત્ર પરિવારવાળો છે. ખાવું, પીવું, રસોઈ બનાવવી, વેપાર કરવો, વગેરે પ્રવૃત્તિઓથી ઘેરાયેલો છે, માટે સૂક્ષ્મ જીવોની સંપૂર્ણપણે રક્ષા કરવી તેના માટે શક્ય નથી. પરંતુ સ્થૂળ જીવોની રક્ષા કરવી જરૂરી છે. આ વ્રતને શ્રાવક માટે સ્થૂળ પ્રાણાતિપાત કહેવામાં આવે છે. આને અણુવ્રત કહેવાય છે.
Jain Education International
------
For Personal & Private Use Only
www.jainelibrary.org