________________
પૂિ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા ભાગ-ચોથાના પ્રકાશન પ્રસંગે
પ્રકાશકોના હૈયાની વાત, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળગચ્છાધિપતિ સંઘસ્થવિર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાની અમોઘ દેશના શક્તિ દ્વારા સકળ શ્રીસંઘ ઉપર અને વર્તમાન વિશ્વ ઉપર કરેલા અગણિત ઉપકારોથી કોણ અજાણ્યું છે ? નશ્વર દેહે તેઓ શ્રીમદનું સાનિધ્ય આજે અલભ્ય બનવા છતાં પણ અક્ષર દેહે તો તે સાનિધ્ય આજે પણ એટલું જ સુલભ છે. આમ છતાં એને વધુને વધુ સર્વજન સુલભ બનાવવા અને એ દ્વારા જીવનભર તેઓ શ્રીમદે અવિરતપણે વહાવેલ ઉપકાર ભાગીરથીના નિર્મળ વહેણને અવિરતપણે વહેતું રાખવા સન્માર્ગ પ્રકાશને ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશિર્વાદ પામવા પૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે દર વર્ષે તેઓશ્રીજીના વાર્ષિક સ્વર્ગારોહણ દિને ૨૧/રર એમ કુલ પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાનો નિર્ધાર કર્યો છે. અમારા આ નિર્ધાર મુજબ પૂજ્યશ્રીના પ્રથમ સ્વર્ગારોહણ દિને ર૧ પુસ્તકોના ત્રણ-ત્રણ હજાર સેટનું બે આવૃત્તિમાં પ્રકાશન કર્યું હતું. એજ રીતે પૂજ્યપાદ શ્રીજીના બીજા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૨૨થી ૪૩ એમ ૨૨ પુસ્તકોના બીજા સેટનું અને ત્રીજા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૪૪થી ૬૫ એમ ૨૨ પુસ્તકોના ત્રીજા સેટનું પ્રકાશન કર્યા બાદ તેઓશ્રીના ચોથા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૬થી ૮૭ એમ ૨૨
પુસ્તકોના ચોથા સેટનું પ્રકાશન કરતાં અને અત્યંત આનંદાભૂતિ થાય છે. છે. પ્રસ્તુત ગ્રંથમાળાનાં પ્રત્યેક પુસ્તકોનું સંકલનસંપાદન કરી આપવા અમે
વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી ગણીવરના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણીવરને વિનંતિ
કરતાં અમારી તે વિનંતિને સહર્ષ સ્વીકારી અમને અત્યંત ઉપકૃત કર્યા છે. છે. સ્મૃતિ ગ્રંથમાળાના “ધર્મ ક્યારે અને કોને અપાય ?' પુસ્તકને પ્રકાશિત
કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે પ્રસ્તુત પુસ્તકનું વાંચન આપના જીવનને સાચી દિશા અને સાચો પ્રકાશ આપશે. આપ એને માત્ર કબાટની શોભા ન બનાવતાં આપના જીવનની શોભા બનાવશો અને એને સરોવરના જળની જેમ એક જ જગ્યાએ સીમીત ન રાખતાં નિર્મળ સરિતાના વહેણની જેમ વહેતું જ રાખશો. આપની અનુભૂતિ અમને જાણવા મળશે તો અમારો આનંદ અદકેરો બનશે.
- સન્માર્ગ પ્રકાશન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org