________________
ઊંધ્યો નહોતો. જ્યારે એને બરાબર ખાતરી થઈ ગઈ કે, આચાર્યભગવંત અને રાજા બનેય નિદ્રાધીન થઈ ગયા છે, એટલે એ ઊડ્યો, પોતાના ઓઘામાં કેટલાંય વર્ષોથી સાચવી રાખેલી છરી એણે બહાર કાઢી અને જરા પણ અરેરાટી વિના, જરા પણ ખચકાયા વિના પૂરતી ઝડપથી એણે રાજાનું ગળું કાપી નાખ્યું ! પછી પેલો માયાવી શ્રમણ રાજકુમાર ત્યાં જરા વાર પણ થોભ્યો નહિ. અંડિલ જવાના બહાને તે બહાર નીકળ્યો અને ભાગી છૂટ્યો.
આ પછી બન્યું એવું કે, રાજાના શરીરમાંથી વહેતું વહેતું લોહી આચાર્યભગવંતના સંથારા નીચે આવ્યું. લોહીથી સંથારો ભીંજાઈ ગયો અને એની અસરથી આચાર્યભગવંત જાગી ગયા. એઓશ્રીએ તપાસ કરી, તો રાજાનું ગળું કપાએલું જોયું. પાસે છરી પડેલી જોઈ અને પેલા માયાવી શ્રમણનો સંથારો ખાલી જોયો. એ બધું જોઈને શું બનવા પામ્યું છે, તેની કલ્પના તેઓએ કરી લીધી. એમના હૈયાએ કારમો આંચકો અનુભવ્યો. એમને લાગ્યું કે “મારી જ ભૂલથી અકલ્પનીય એવું આ અતિ ભયંકર કૃત્ય બની ગયું !'
આચાર્યભગવંતને ઘણો પશ્ચાત્તાપ થયો કે “આવા પાપીને દીક્ષિત કરવાની અને અહીં લાવવાની ભૂલ મારાથી કેમ થઈ ગઈ?” પછી પોતે - પરિણામનો વિચાર કરવા લાગ્યા. બની ગયું, તે બની ગયું, એ હવે અન્યથા થવાનું નહોતું ! પણ હવે વધુ નુકસાન ન થાય, એ તો જોવું જોઈએ ને ? એથી આચાર્યભગવંતે નિર્ણય કર્યો કે ભગવાનના શાસન ઉપર આવી પડવાની સંભાવનાવાળી મહાઆફતનું જો નિવારણ કરવું હોય, તો મારે મારા હાથે જ મારું ખૂન પણ કરી નાખવું જોઈએ. એમ થાય, તો જ એવી વાયકા ફેલાય કે, કોઈ દુષ્ટ જૈન ધર્મ પ્રત્યેના દ્વેષથી રાજાનું અને આચાર્યનું ખૂન કરી નાખ્યું !” આવો નિર્ણય કરી લઈને એ મહાપુરુષે તરત જ પાસે પડેલી છરીથી પોતાના ગળાને પણ જરાય અચકાયા વિના છેદી નાખ્યું ! ઠોઠ નિશાળિયા જેવા તો નથી ને?
આપણી વાત તો એ હતી કે, ધર્મ જેને તેને અપાય નહિ. ધર્મનો અર્થી બનીને આવેલો, ભવનિતારનો અર્થી બનીને ધર્મનો અર્થી બન્યો
B ૨૨- ઘર્મ કયારે અને કોને અપાય?
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org