________________
-: શાશ્ર્વત ગિરિ મહિમા :
બિરૂદધારી પ્રખર પંડિત પુરૂષ છતાં સ્વગુણની પ્રશંસા નહિ કરતાં લઘુતા બતાવી રહ્યા છે; પરંતુ તેમના ગુણો અને તેમની ઉત્તમતા ઢાંકી રહે તેમ નથી; સ્વયમેવ પ્રગટ થાય
છે.”
તે વખતે કુમારપાળ મહારાજ શ્રી હેમસૂરીશ્વરના ગુણની સર્વ સમક્ષ પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે- “જેમ તીર્થમાં શ્રી શત્રુંજય તીર્થ, દેવોમાં ઇંદ્ર, હાથીમાં ઐરાવણ, સમુદ્રમાં ક્ષીરસમુદ્ર, રાજાઓમાં રામ, છ આરામાં સુસમસુસમા નામે આરો, શિયળવંતી સ્ત્રીઓમાં સીતા, બાણાવળીમાં અર્જુન, જળમાં ગંગાજળ, સર્વ નારીઓમાં શ્રી મરદેવા માતા, પથ્થરોમાં હીરો, અશ્વોમાં રવિના અશ્વ, પશુઓમાં સિંહ, દુઝાણામાં મહિષી, નાણામાં સોનામહોર, માની પુરૂષોમાં દશાર્ણભદ્ર, દાની પુરૂષોમાં શ્રી શાંતિનાથ ભગવાન અને ભોગી પુરૂષોમાં શ્રી શાલિભદ્ર અધિકપણે શોભે છે તેમ આ સમયે શ્રી હેમસૂરિ મહારાજ શોભી રહ્યા છે. તેમની સરખા અન્ય કોઇ ઉત્તમ યોગી પુરૂષ છે જ નહિ”.
હેમ સમો યોગી નહિ, ભાખે કુમર નરિંદ; હેમ કહે હું નહિ ભલો, ભલો તે ઋષભ જિણંદ.
Jain Education International
૨૯
For Personal & Private Use Only
www.jainelibrary.org