________________
૨૧૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. તેમના બોલવામાં એક ભાવ તરી આવતું હતું.) - નંદરસૂરિજી–“તમે તે પ્રમાણે નથી કીધું એમ કહી શકે છે. પણું રાયચંદભાઈ આદિ ચાર સાક્ષીઓ છે. તેઓને સાક્ષી તરીકે રાખીને વાત કરાવીશ. તમે મારી સમક્ષ તે તે પ્રમાણે કહેલ જ છે; પણ બીજાના મેઢ પણ કહેલ છે. સંવત્સરી આદિની ચર્ચાના નિશ્ચય થી જ અહિં આવવાનું થયું છે, નહિ કે-બારતિથિની પણ ચર્ચા માટે
જંબુસૂરિએ તે એકપક્ષીય નિર્ણય કહેવાય.
નંદનસૂરિજી-જેઓએ સમજી વિચાર કર્યું છે, જેઓ છોડવા માંગતા નથી, તેઓ પૂર્વ પરંપરામાં આવે પછી તેની ચર્ચા પણ થશે. - કેશુભાઈશરતની વાત બોલાઈ નથી, બેલાઈ હોય તે ખ્યાલ નથી, પરંતુ મેં તેવું કીધું નથી. એ ત્રણ જણને રૂબરૂ લાવી પૂછી જોઈએ.
રામસુરિજીD-મારી તે વાત એ મુદ્દા પર છે કે-તેઓએ પ્રથમ પ્રતિક્રમણ કરવું જોઈએ. તે પછી બધી જ ચર્ચા કરાશે.
નંદનસૂરિજી-અમારી જે પ્રણાલિકા ચાલી આવે છે તે સુધર્મા સ્વામી-જંબુસ્વામી-જગચંદ્રસૂરિ-હીરસૂરિ યાવત દેવસૂરિ સુધીના મહાપુરુષની પાટ પરંપરાથી જ-સુવિહિતગીતાર્થોથી જ પરંપરાગત આ પ્રમાણે એક સરખી રીતે ચાલી આવે છે. એટલે અમારા વિડિલે આજ સુધી તે પ્રમાણે જ કરતા આવ્યા છે અને અમે પણ તે પગલે જ ચાલવા માંગીએ છીએ. ૧૪૪ રત્નની વાત છે, તેમાં અમે ફેરફાર કેમ કરીએ?
રામચંદ્રસૂરિ-હાથ ઉચા કરીને)- “અમે જે કરીએ છીએ તે પણ સુધર્માસ્વામીજી આદિ ગણધરેથી લઈને યાવત્ દેવસૂરિ સુધી ચાલતું હતું તેજ કરીએ છીએ, અને ત્યાંથી ચાલી આવેલી શુદ્ધ પરંપરા જ અમે માનીએ છીએ, અને વચ્ચે જે ગરબડ થઈ હતી તેને અમેએ માત્ર જીર્ણોદ્ધાર કરીને સુધારી છે. અને તે અમે સત્ય ' માનીને જ આચરણા કરી છે, માટે હરગીજ છેડવાના નથી-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org