________________
૨૧૬ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; અને આચર્યું છે તે ઘણી જ સમજપૂર્વક કરેલ છે.
હંસસામ-ર૦૦૪ સુધીમાં આપે અવગાહનાપૂર્વક કર્યું છે તે આપ જેની આજ્ઞામાં (હાલ) છે તેમની ખુદની જ) આ (૨૦૦૪ ના તેમના પત્ર મુજબની) માન્યતા કેમ? વળી હું તેને પૂછું છું અને તેને બદલે આપ જવાબ કેમ આપે છે?
રામચંદ્રસૂરિ-મહારાજ ! મારે સભામાં કાંઈ જ ઉત્તર આપો નથી. મહારાજ સાહેબ (લબ્ધિસૂરિ)ના પત્ર માટે : પાંચમના ક્ષયે છઠને ક્ષય માનીને તેમાં પાંચમની વૃદ્ધિમાં બે છઠ માનીને ચેથ ઉભી રાખવામાં આવે એવી મહારાજશ્રી લબ્ધિસૂરિની માન્યતા હતી, એમ એ પત્ર ઉપરથી તમે ભલે કહે; પણ અમને એમ લાગે જ કે-અને આમ (તે મુજબ) કરી ન શકત, પરંતુ જ્યારે આમ (ને મત સ્થાપવાનું) થયું ત્યારે લરમાં વિચાર કરી શાસ્ત્રશુદ્ધ પરંપરાને સમજીને વિચારીને અમે આ કર્યું છે. આપ બધા જ્ઞાની છે અમને બધાને આ ખોટું હોય તે આ બધા પાપમાંથી છોડાવજો.
હંસસામ-૨૦૦૪ સુધીમાં શ્રી લબ્ધિસૂરિજીની માન્યતા શું હતી? તે વાત જણાવાય છે તેમાં આપ ૯૨ થી નવી ઉભી કરેલી વાતને શું ઈષ્ટ સાધવા સારૂ આડે ધરે છે ? ૨૦૦૪ના તેઓના પત્ર મુજબની તેઓની માન્યતાને સ્પષ્ટપણે કેમ ઉલ્લેખતા નથી? અને ૨૦૦૪ના તે પત્રને વારંવાર નિર્દેશ કરી પૂછવા છતાં શ્રી લબ્ધિ સૂરિજીએ પણ કેમ ખુલાસે નથી કર્યો?
રામચંદ્રસૂરિ-અમે આ સંબંધી ઉંડા ઉતરવા નથી માગતા, અમે સામાન્ય ખુલાસે કર્યો છે. ઉત્તર જ આપવા બેસીએ તે વર્ષો જશે, પણ જે શુદ્ધ હેતુથી કેશુભાઈએ ભેગા કર્યા છે, તે શુભ હેતુને બર લાવવા આપણે પરસ્પર વિચાર કરીને શાસ્ત્રોને સામે રાખીશું તે એકમત થઈ શકીશું.
નદાસરિજી-૨ની સાલમાં બે છઠ કરી હતી તે આ પ્રસંગ જ ન થાત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org