________________
| નવમા દિવસની કાર્યવાહી ; ૧૪૭ નથી કહ્યું, અને શાસ્ત્રધારે જ વિચાર કરવાનું છે એમ અત્યારે પિતે કહે છે પછી શું?
રામસૂરિજી.-કેશુભાઈએ આ વાત પત્રથી ન જણાવી એ ઠીક નથી કર્યું (તેમજ એવી વાત) મેહનલાલ ડાહ્યાભાઈને કેશુભાઈએ તે વાત કરી હતી તે તે વાત મેહનભાઈ મને જણાવ્યા વિના રહે પણ નહિ. “૧૨ પર્વની વિચારણા કરવાની છે જ નહિ” એ વાત તે ઘણા મુખ્ય મુખ્ય શ્રાવકે પણ જાણે જ છે.
કેશુભાઈ-બાર પર્વની વિચારણા માટે બોલાવ્યા છે, એમ મેં મોહનભાઈને કહેલ છે. ૧૨ પવીને વિચાર કરવાને નથી, એમ મોહનભાઈએ આપને કહેલ? તેઓ એમ સમજેલ કે-બાર પર્વને વિચાર કરવાને નથી? - રામચંદ્રસૂરિ-કેશવલાલભાઈએ અમને એમ કહેલ કે-આપ મળે અને બારપર્વમાં વિચારણા કરી સર્વાનુમતે નિર્ણય હવે.” (આ વખતે સભામાં ગણગણાટ થએલ કે-“કેશુભાઈએ “તિથિ શબ્દથી ૧૨ પર્વ, કલ્યાણતિથિઓ, સંવત્સરી પર્વ અને અન્ય શુભ તિથિઓ વગેરે જે તમામ તિથિઓની વિચારણા માટે લાવ્યા છે” એમ જે વાત જણાવી છે તે વાતને આ સૂરિજી બેટી લેખાવે છે.)
રામસૂરિજી D.-એ પ્રશ્ન મોહનભાઈને જ પૂછજો. અમને મોહનભાઈએ “આપ બધા ભેગા થાઓ, પછી ચર્ચા થશે.” એ વગેરે જણાવેલું; પણ ભારતિથિની ચર્ચા માટે જણાવેલ નથી કે આ બાબત કઈ સંદેશ પણ આપેલ નથી. તેમણે વધુમાં એમ પણ જણાવેલ કે-આપ બધા ભેગા થઈ જે કરશે તેને વધે નથી. પરંતુ બાર પર્વની વાત કરી જ નથી. પ્રેમસૂરિએ ઘણીવાર વાટાઘાટો ચલાવેલ કે- “બાર પર્વની વાત ચલાવવાની નથી” એ પરથી મેહનભાઈ પણ સમજતા હોય કે-બારપર્વની ચર્ચા તે કરવાની છે જ નહિ. - કેશુભાઈ–મોહનભાઈએ એમ તે નથી કર્યું ને કે-પ્રેમરિજી મહારાજ બારપર્વની હાનિ વૃદ્ધિ છેડી દેવાના છે?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org