________________
| છઠ્ઠા દિવસની કાર્યવાહી ; ૯૧ શ્રી સંઘના વિચારશીલ વૃદ્ધો અમારી સાથે એકમત છે. જિજ્ઞાસુ એની જાણ માટે અમારો અભિપ્રાય પુનઃ જણાવવાને અમને હરકત નથી. તે આ રહ્યા –
વર્તમાન ૧૯૮૯ના વર્ષમાં ચંડપંચાંગમાં ભાદરવા શુદિ પાંચ મને ક્ષય લખે છે, અને બીજાં પંજાબી, ગુજરાતી વિગેરે પંચાંગમાં શુદ છઠને ક્ષય લખે છે. આ પ્રમાણે સંવત ૧૫૨ તથા ૧૯૬૧માં પણ હતું. અને તે સમયે શિષ્ટજનોએ છઠને ક્ષય અંગીકાર કરીને સુદી એથની સંવત્સરી આરાધી હતી, તે અનુસાર આ વખતે પણ શ્રાવણ વદ બારસને શુક્રવારે અઈધર તથા ભાદરવા શુદ ને શુક્રવારે સંવત્સરી એટલે વાર્ષિક પર્વ ઉજવવું જોઈએ.
(વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ સંવત ૧૯૮૯ શ્રા. વ. ૭, શુક્રવાર પૂ. ૫૮૫)
(ર) શ્રી પર્યુષણ પર્વને અંગે આ વર્ષે શ્રાવણ વદ અમાસને દિવસે ગ્રહણહેવાથી તેમજ ચંડપંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોવાથી, સમાજમાં અનેક પ્રકારની ચર્ચાઓ ફેલાઈ છે. પરંતુ આજના અંકમાં અમે પૂ.પા. વિજયદાનસૂરીશ્વરજી મહારાજને બીજો ખુલાસો પ્રગટ કરીએ છીએ. શાસ્ત્રાનુસારી પૂજ્ય શ્રમ અને શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગો શ્રી આગામી પર્યુષણમાં નીચે મુજબ વર્તવું એમ પૂ. સુવિહિત આચાર્ય દેવે ફરમાવે છે –
શ્રાવણ વદ બીજી બારસ, શુક્રવાર, પર્વાધિરાજને પ્રથમ દિવસ શ્રાવણ વદ અમાવાસ્યા, સોમવાર, શ્રીકલ્પસૂત્રવાંચન શરૂ. ભાદરવા સુદ એકમ, મંગળવાર, શ્રી મહાવીર જન્મવાંચન, ભાદરવા સુદ ચતુથી, શુક્રવાર, શ્રીસંવત્સરી મહાપર્વ. ભાદરવા સુદ છઠ, રવિવાર, ક્ષયતિથિ.
આ સંબંધમાં ઘણે ઉહાપોહ થએલે હાઈને અજ્ઞાન આત્માઓ ઉન્માર્ગે દેરાઈ જાય નહિ, તે માટે આ ખુલાસો કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org