________________
સુંદર અક્ષરે અંકિત કર્યું છે. જે વાંચતા આજે અમારૂં મસ્તક તારા આત્માને નમન કર્યા વગર રહી શકતું નથી. આ તમામ તે કેવળ નોંધ્યું જ નથી પણ જીવનમાં ઉતાર્યું પણ છે. વાંચવું-લખવું અને પછી જીવનમાં ઉતારવું એ ઉત્તમ આત્માના જીવનમાં જ શક્ય બને છે. તારા આ શ્રેષ્ઠ-ઉમદા સંકલનને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી તારા અમારા પ્રત્યેના ઋણને અદા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જે દ્વારા તારી સ્મૃતિ સદાય તાજી રહે અને આ પુસ્તક દ્વારા તું સ્વદેહે ભલે અમારાથી દૂર હોય પણ શબ્દદેહે-સૂક્ષ્મદેહે તું હરપળે અમારી સાથે જ છે. આ પુસ્તકના દરેક પાનામાં તારા દિવ્ય દર્શન થાય છે. આ પુસ્તક દ્વારા અમને તારૂં સાનિધ્ય હરપળે સાંપડ્યા જ કરશે.
આશા છે કે તારા આ સર્વોત્તમ સંકલનના પુસ્તક દ્વારા સૌ કોઈને ઉત્તમ માર્ગદર્શન પ્રાપ્ત થશે. જીવનને ઉન્નત બનાવવામાં ઉપયોગી થશે. જીવનને સાચો પથ અને પ્રકાશ પમાડશે. અને સાચા માનવધર્મની પ્રાપ્તિ થશે. ખરેખર તારૂં આ પુસ્તક સમસ્ત માનવજાતની ઉન્નતિ માટે દિવાદાંડી સમાન પૂરવાર થશે.
Jain Education International
તારા દિવ્ય આત્માને
હૃદયના ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં અમો તારા કુટુંબીજનો - આત્મીય આપ્તજનો, સ્નેહી સ્વજનો - મિત્રો તથા
તારા જીવનકાળ દરમ્યાન
તારા સંપર્કમાં આવેલ સૌ હિતેચ્છુઓ.
V
For Personal & Private Use Only
www.jainelibrary.org