________________
જેની પાસે વિશાળ દિલ નથી તેની પાસે બીજાનો વિકાસ જીરવવાની ક્ષમતા હોતી જ નથી.
બહારના જગતમાં બદમાશ માણસ પણ કરોડપતિ બની શકે છે.. આત્યંતર જગતમાં કેન્સરના દર્દીય કેવળજ્ઞાન પામી શકે છે.
મોત અને માંદગી વખતે તમારા ચિત્તને પ્રસન્નતા આપી શકે એવા તત્ત્વોને પકડી શકશો તો મળેલ આ કિંમતી જીવન અચૂક સફળ બની જશે.
મોટરને રાખવા માટે ગેરેજની ચિંતા કરતો આજનો શ્રીમંત એ ગેરેજને સાચવનારો માણસ ક્યાં રહે છે, એની ચિંતા કરતો હશે કે કેમ, એ પ્રશ્ન છે....
યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં ખાસ તફાવત કયો? ભાવતું ખાઈ શકાય એ યુવાવસ્થા અને ફાવતું જ ખાવું પડે એ વૃદ્ધાવસ્થા!
સાકરનો ત્યાગમાં જેમ મીઠાશની અવગણના સ્પષ્ટ છે તેમ સમ્યક આચરણની અવગણનામાં સમ્યક શ્રદ્ધાની કચાશ મુખ્ય છે.
મેદાનમાં હારનારા હજી જીતી શકે છે પણ મનથી હારી ચુકેલાઓ માટે વિજયના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય છે.
(ઝઘડાઓ મોટે ભાગે સત્યના કારણે નહીં પણ પોતે માની લીધેલા સત્યના કારણે થતા હોય એવું નથી લાગતું?
૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org