________________
ધંધાની જમાવટ તો મનુષ્યનોખંત, નિષ્ઠાને નેકી જ કરી શકે. ઉત્સાહ ત્યાં થાક નહીં, જાગૃતિ એટલે જીવનનું ડહાપણ સાચી દોલત.
નિખાલસપણે સત્યસંભળાવતો એકાદમિત્ર પણ જો તમને મળ્યો હોય તો તેને તમારું સદ્ભાગ્ય માનજો. સંપત્તિએ પુણ્યની પ્રસાદી છે.
આશાવાદી તકલીફમાં સફળતા જુએ છે, જીવન એક પડકાર છે એને ઝીલો મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા.
(કોણ દુઃખી છે? કોણ ભૂખ્યું છે? માનવીમાં બુદ્ધિ હોવાથી સમજી શકે છે. ત્યારે ધરાયેલ પશુ - ભૂખ્યા પશુને માથું મારી ખાવા દેતું નથી, આજ રીતે ધનથી ધરાયેલ માનવ જો દુઃખી માણસોને કંઈ પણ કામમાં ન આવે તો માનવ અને પશુમાં કંઈ ફેર રહેતો નથી. તે માનવ પશુ જેવા જ છે, પત્થર જેવો જ ગણાય છે, અભિમાની ગણાય છે.
ગર્વને સ્થાન નથી જ્યાં ગૌરવનું સ્થાન છે. વિવેક વિનાના વિચારની કિમત નથી, સુખ-માન આવી પડે એ પુણ્યનો પ્રભાવ છે. તમારા આચરણમાં જ મહત્ત્વની કસોટી છે.
દુર્બળ મનનાં માણસો સંકટોથી નિર્બળ બનીને તેમને તાબે થઈ જાય છે, મજબૂત મનોબળવાળા માણસો તો સંકટોને દાબી દઈને તેમની ઉપર સવાર થઈ જાય છે.
- વોશિંગ્ટન ઈવિંગ
( ૧૫ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org