________________
સત્કર્મ વગર સંપત્તિ વધતી નથી, દાનવગર સંપત્તિ શોભતી નથી, જીંદગી કેટલી જીવ્યા એ મહત્ત્વનું નથી, જીંદગી કેવી રીતે જીવ્યા એ મહત્ત્વનું છે.
હિરો પહેલ પડે દીપે ટીપે ઘાટ ઘડાય, ધૂપ જલે દીપક બળે, જીવન એમ જીવાય.
ધ્યેય સારું હોય તો પરિણામ સારું આવે જ. ભલા બનો, ભલું કરો, સહનશીલ બનો, જીવનનો સૌથી ઉત્તમ આત્મસંતોષ છે.
પર સુખે સુખી એ શ્રીમંત, પર દુઃખે દુઃખી એ સંત.
પરમાત્માને વ્હાલા એ થાય છે કે જેઓ એની સૃષ્ટિને વહાલ કરે છે.
સાચો વૈભવ - સંતોષ, સાચુ સુખ શાંતિ, સાચી મૂડી - ત્યાગ, સાચું મન સ્થિરતા, સાચો વેપાર - ભક્તિ.
ખંતને મિત્ર બનાવ, અનુભવને મંત્રી બનાવ, પ્રમાણિકતાને ભાઈ ! બનાવ, પરિશ્રમને પુત્ર બનાવ, ગર્વને સ્થાન નથી જ્યાં ગૌરવનું સ્થાન છે. વિવેક વિના વિચારની કિંમત નથી.
સુખમાં ફુલાઈ ન જવું અને દુઃખમાં ગભરાઈ ના જવું એ જ સાર્થકતા છે.
બીજાઓથી ન થઈ શકે તે કરવું તેનું નામ આવડત, આવડતથી જે ન થઈ શકે તે કરવું તેનું નામ પ્રતિભા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org