________________
અંતે તો...))
ચીઠ્ઠી ફાટશે ઉપરવાળાની,
વેળા થાશે મારે જાવાની. સગું-કુટુંબ થાશે મારું ભેગું મળીને,
ચમચી પાણી પાવાની. લોટ-પાણીનો લાડવો મૂકશે,
જરૂર હશે નહીં મારે ખાવાની. પાંચ-પચ્ચીસ ભેગા થઈને,
કરશે ઉતાવળ મને કાઢી જાવાની. લાકડાં ભેગો બાળી દેશે,
ઉતાવળ હશે એને ન્હાવાની. હાડકાં લઈને હાલતા થાશે,
રાખ મારી ઉડી જાવાની. બાર દિ મારી મોંકાણ માંડશે,
પછી દાનત કરશે મિષ્ટાન્ન ખાવાની. પ્રાણસગી છે આ દુનિયા તો,
પ્રભુ-ઘડીમાં મને ભૂલી જાવાની.
(૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org