________________
તમારા વિશે બધું જ જાણવા છતાં જે તમને ચાહે છે એ જ વ્યક્તિ તમારી મિત્ર છે.
બળદની સામેની બાજુએ સાવચેત રહેવું. ગધેડાની પાછળની બાજુએ અને ઠગથી બધી બાજુએ.
ઉંમર વધવાની સૌથી મોટી મજા એ છે કે યુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની હવે જરૂર જ જણાતી નથી.
જેને એવો કોળિયો મળે, જે માટે એણે ભગવાન સિવાય બીજા કોઈનો આભાર માનવાનો ન હોય તે માણસ ખરેખર સુખી છે.
- સન્ટિસ
આવી પડેલી કમનસીબી સહન ન કરી શકવી એ સૌથી મોટી કમનસીબી છે.
- બાયસ
હાલ તુરત જે નાનાં કામો તારી સામે આવ્યાં હોય તે કરવા માંડ, પછી મોટાં કામો તને શોધતાં આવશે. - ઈરાની કહેવત
કામકાજ એ સદ્ગુણનો જાગૃત ચોકી પહેરો છે અને આરામ એ સદ્ગણોની ઘોર નિંદા.
- ટેસો
આટલું તમારા માટે હાનિકારક છે, વધારે બોલવું અને ઓછું જાણવું વધારે ખર્ચવું અને ઓછું કમાવું, પોતાના માટે વધારે પડતો ઊંચો ખ્યાલ રાખવો અને ખરેખર લાયક ઓછા હોવું.
૧૫૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org