________________
( ર ) નિત્ય વિશધ કરી નવ તત્ત્વને,
ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં. સંશયબીજ ઊગે નહીં અંદર,
જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મને રથ,
ધાર, થશે અપવર્ગઉતારૂં तृष्णानी विचित्रता
(મનહર છંદ) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને,
મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને,
આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને,
દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અહે ! રાજચંદ્ર માને માને શંકરાઈમળી;
વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને.
કરચલી પડી દાઢી ડાચાં તણે દાટ વળે,
કાળી કેશપટી વિષે તતા છવાઈ ગઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org