________________
(૩૩) કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પિતાનું મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેને ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે,
અને જરૂર તે છૂટે છે. | દીનબંધુની દષ્ટિ જ એવી છે કે છટવાના કામીને બાંધવો નહીં; ને બંધાવાના કામીને છેડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને ટવાની ઈચ્છા છે, તો પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દઢ ઈચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; અને એ આ વાતને સત્સાક્ષી છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org