________________
( રર૦)
પ્રસંગ થયે છે એવા જીવની વ્યવસ્થા પણ કાળષથી પલટતાં વાર નથી લાગતી.
[ ૧૭ ].
૬૩ [ વર્ષ ૨૮ મુ) અનંત કાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? - નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ; પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું, સહુનાં લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિતવવા યેગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org