________________
( ૧૨ ) વીર્ય એવા મેક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય ને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું.
શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીસ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમ તીર્થકર દેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષે વારે વાર આશ્ચર્યમય દેખે છે.
કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયે અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.
ઘણાં સ્થળે વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org