________________
( ૧૩૭ ) કર્તા ઇશ્વર કાઇ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગળ્યે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ. ૭૮ શકા-શિષ્ય ઉવાચ.
(તે કર્મીનું ભાકતાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે:-) જીવ કર્મ કર્તા કહેા, પણ ભેાક્તા નહીં સાય; શુ' સમજે જડ કર્યું કે, ફળ પરિણામી હાય ? ૭૯ ફળદાતા ઇશ્વર ગણ્યે, ભેાક્તાપણું સધાય; એમ કહે ઇશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઇશ્વર સિદ્ધ થયા વિના, જગત્ નિયમ નહીં હાય; પછી શુભાશુભ કર્મનાં, ભાગ્યસ્થાન નહીં કાય. ૮૧
સમાધાન—સદ્ગુરુ ઉવાચ.
(જીવને પાતાનાં કરેલાં કર્મનુ ભાકતાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:- ) ભાવક નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડવૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભેાક્તાપણું જણાય. ૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org