________________
( ૧૩૩) વળી જે આત્મા હોય તે, જણાય તે નહીં કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહીં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮ | (સમાધાન-સદગુરુ ઉવાચ.)
(આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે.) ભાયે દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બન્ન ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન. ૫૦ જે દષ્ટિ છે દષ્ટાનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રિના વિષયનું, પણ આત્માને ભાન પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિ, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણુ. પ૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચિંતન્યમય, એ એંધાણુ સદાય. ૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org