________________
શ્રી નેમિનાથના શ્લેક
શ્રી નેમનાથને સલોકે સરસ્વતી માતા તુમ પાયે લાગું, દેવ ગુરૂ તણી આજ્ઞા માગું, જિહુવા અગ્રે તું બેસજે આઈ, વાણી તણી તું કરજે સવાઈ. ૧ આઘે પાછે કેઈ અક્ષર થા, માફ કરજો જે દેષ કાંઈ નાવે, તગણ સગણ ને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ. ૨. કયા સારા ને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડારથ ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દેષ ટાળજે માતા સરસ્વતી. ૩ નેમજી કેરે કહીશું સલેકે, એક ચિત્તેથી સાંભળજે લેકે રાણું શિવાદેવી સમુદર રાજા, તસ કુળ આવ્યા કરવા દિવાજા. ૪ ગ કારતક વદ બારશે રહ્યા, નવ માસ ને આઠ દીન થયા પ્રભુજી જનમ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદી પાંચમ ચિત્રા વખાણું. ૨. જનમ્યા તણી તે નેબત વાગી, માતપિતાને કીધાં વડભાગી; તરિયાં તોરણ બાંધ્યાં છે બાર, ભરી મુક્તાફળ વધારે નાર. ૬ અનુક્રમે પ્રભુજી મેટેરા થાય, કીડા કરવાને નેમજી જાય; સરખે સરખા છે સંગાતે છેરા, લટકે બહુ મુલા કલગી તેરા. ૭ રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાં, નેમ પૂછે છે સાંભળે બ્રાત, આ તે શું છે? કહે તમે વાત. ૮ ત્યારે સરખા સહુ ત્યાં વાણ, સાંભળો નેમજી ચતુર સુજાણ, તમારે ભાઈ કૃષ્ણજી કહીએ, તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org