________________
૩૩૧
(૧૩) વધ પરિષહ:
કોઈ અજ્ઞાની, દ્વેષી મારે, પીટે, મરણાંત કષ્ટ આપે તે વધુ પરિષહ છે. અત્યાચાર કરનાર ઉપર દ્વેષભાવ ન રાખે, જ્ઞાતાદા ભાવમાં ટકી રહે તે વધપરિષહ જય છે.
મેતારાજ મુનિને સોનીએ વધ પરિષહ આપ્યો છતાં મુનિ અસહ્ય વેદના સહન કરતા સર્વ જીવોને ખમાવતાં સમતાના સર્વોત્તમ શિખરે પહોંચી કેવળજ્ઞાન પામ્યા. (૧૪) યાચનાપરિષહ :
સંયમના નિર્વાહ માટે જરૂરી આહાર-પાણી, વસ્ત્ર, પાવાદિની ગૃહસ્થો પાસે યાચના કરવી તે યાચના પરિષહ છે. યાચના કરતાં અપમાન, અપશબ્દ કે હડધૂત થાય તો પણ સહન કરે. દીનતા, હીનતા કે ખુશામત ન કરે. લઘુતા કે શરમનો અનુભવ ન કરે તે યાચનાપરિષહ જય છે.
શ્રાવકને યાચના પરિષહ હોતો નથી. પોતાનાં લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી જે મળે તેમાં દિનતા વગર નિર્વાહ કરે પણ યાચકન બને. (૧૫) અલાભ પરિષહ:
નિર્દોષ ભિક્ષા ન મળવી તે અલાભપરિષહ છે. ભિક્ષા ન મળતાં ખેદ કે સંકલેશન કરે તપનો લાભ મળ્યો સમજી સહન કરે, સંતોષ વૃત્તિ રાખે તે અલાભ પરિષહ જય છે. (૧૬) રોગપરિષહ :
શરીરમાં રોગાદિ ઉત્પન્ન થાય તે રોગપરિષહ છે. અનેક બિમારીઓ આવવા છતાં પણ સંચમમાં સ્થિર રહે, વેદનાને સમતાભાવે સહન કરે પણ સંયમમર્યાદા ઉલ્લંઘનન કરે તે રોગપરિષહજય છે.
સનકુમાર ચક્રવર્તીને સોળ સોળ મહારોગોનો પરિષહ ૭૦૦ વર્ષ પર્યત હતો. તે રોગના ઉપચારની લબ્ધિ પોતાની પાસે હોવા છતાં તેનો ઉપયોગન કર્યો. કર્મખપાવવાં રોગોને સમભાવે સહન કર્યા. (૧૦) તૃણ સ્પર્શ પરિષહ :
ઘાસની પથારીમાં સૂતાં તૃણની અણીઓ ખૂંચવી તે તૃણ સ્પર્શ પરિષહ છે. શરીર છોલાઈ જવાથી, કઠોર સ્પર્શ થવાથી થતી પીડાને સમભાવે સહન કરે પણ ઉદ્વિગ્ન બની વાદિની ઈચ્છા ન કરે તે તૃણ સ્પર્શ જય છે. (૧૮)મલ પરિષહ
શરીર પર મેલનું જામવું તે મલ પરિષહ છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યના પ્રખર તાપથી પરસેવો થાય, શરીર પર ધૂળ ચોંટી જાય પણ તેને દૂર કરવા પાણીથી સ્નાન આદિ કરવાની ઈચ્છા ન કરે તે મલ પરિષહ જય
(૧૯) સત્કાર પુરસ્કાર પરિષહઃ
સત્કાર-સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરિષહ છે. સત્કાર મળતાં વધારે મળવાની અપેક્ષા ન રાખે તેમજ અહંકારન કરે તે સત્કાર પુરસ્કાર જય છે. (૨૦) પ્રજ્ઞા પરિષહ:
વિશિષ્ટબુદ્ધિની પ્રાપ્તિ થવી એ પ્રજ્ઞા પરિષહ છે. વિશિષ્ટબુદ્ધિનો સાધક ગર્વન કરે, તેમજ કોઈ તેને જ્ઞાની હોવાથી વારંવાર પ્રશ્નો પૂછે તો કંટાળો ન લાવે તથા એવું પણ ન કહે કે આના કરતાં ન આવડતું હોત તો સારું હતું એ પ્રજ્ઞા પરિષહ જય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org