________________
૩૦૯
પદની યોગ્યતા ઉદ્ભવે છે પ-૬) રવિર પદ અને ઉપાધ્યાય પદ ચતુર્વિધ સંઘના રક્ષક તથા નવદીક્ષિત મુનિવરોની સારણા વારણા વગેરે વડે સંયમમાં સ્થિરતા કરવા આગમાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા સ્થવિર ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતોની ભક્તિ કરનાર આત્મા તીર્થંકર નામકર્મનો બંધ કરે છે. ૦) સાધુપદ: જગતના સર્વ જીવોને અભયદાન આપનારા, પોતાના નિમિત્તે કોઈને પીડા ન થાય તે માટે સતતા જાગૃત રહેનારા સાધુ છે. જો ભાવદયા પરાકાષ્ઠાએ પહોંચે તો આ પદની આરાધના કરનારા આત્મા તીર્થંકર નામકર્મનો બંધ કરે છે. ૮-૯-૧૦) જ્ઞાન પદ, દર્શનપદ, વિનય પદ: જ્ઞાન અંતરને અજવાળનાર દિવ્ય જ્યોતિ છે. સૂક્ષ્મ નિગોદ જેવા સ્થાનમાં પણ જ્ઞાનનો અનંતમો અંશ સદાકાળ ખુલ્લો હોય છે. મિથ્યાત્વમોહ ઘટતાં જ્ઞાનનો પ્રકાશ પ્રસરવાની શરૂઆત થાય છે. જેમ જેમ મોહ ઘટે તેમ તેમ જ્ઞાન વિકસે છે. જ્ઞાનથી આત્મામાં પરમાત્મ સ્વરૂપનાં દર્શનનો લ્હાવો મળે છે. ખરેખર! આત્મ અનુભવનું જ્ઞાન અનુભવગમ્ય છે. જ્ઞાનથી જીવન વ્યવહાર શુદ્ધ બને છે તેથી જ્ઞાનને જ વિનય તરીકે ઓળખી શકાય. જ્ઞાન, દર્શન અને વિનયની ઉત્તમ આરાધના ભાવદયાપ્રગટાવે છે. ૧૧) ચારિત્ર પદઃ પાંચ મહાવ્રતોનો સ્વીકાર એ દ્રવ્યચારિત્ર છે. પંચ મહાવ્રતોના સ્વીકારથી ક્રોધ, માન, માયા અને લોભારૂપી કષાયો અને પરભાવ રમણતા ઘટતી જાય છે. સ્વ સ્વભાવનાં રમણતા વધતી જાય છે. તે ભાવ ચરિત્ર છે. ભાવ ચરિત્ર માટે દ્રવ્ય ચારિત્રરૂપી ચંદરવો રાખવો જરૂરી છે. સાધક દ્રવ્ય અને ભાવ ચારિત્રની આરાધના કરી ધર્મતીર્થ પ્રવર્તનનો અધિકારી બને છે. ૧૨) બ્રહાચર્ય પદ બ્રહ્મચર્ય વ્રત સર્વમાં શિરોમણિ છે. નવકોટિએ શુદ્ધ બ્રહ્મચર્યનું સંપૂર્ણપણે પાલન કરનાર - આત્મા પરિત સંસારી બને છે. બ્રહ્મચર્ય વ્રત સાગર સમાન છે જ્યારે અન્ય વ્રતો સરિતા સમાન છે. બ્રહ્મચર્યની સર્વોત્કૃષ્ટસાધનાપરમ બ્રહ્મ (પરમાત્મા) બનાવે છે.
વિષયાસક્તિથી ચીકણાં કર્મ બંધાય છે, મનુષ્યની બુદ્ધિ મંદ પડે છે અને શરીરનું બળ ક્ષીણ થાય છે. શ્રાવકપર્વતિથિએ અને તીર્થકરોનાં કલ્યાણક દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. ૧૩) શુભધ્યાનપદ ધ્યાન ચાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. પ્રથમના બે ધ્યાન સંસાર વૃદ્ધિ અને દુર્ગતિનું કારણ છે. ધર્મધ્યાન સંવર અને નિર્જરાનું કારણ હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે છે. શુકલધ્યાન સર્વોત્તમ ધ્યાન છે. તે મોક્ષનું કારણ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનની આરાધના વડે વિશ્વના જીવોને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાંથી વાળી ધર્મતીર્થમાં પ્રવેશ કરાવવાની ઉત્તમ ભાવના સાધક ભાવે છે.
સિદ્ધ પરમાત્માની રૂપાતીત અવસ્થા છે. તેમનું આલંબન લઈ નિરંતર ધ્યાન ધરનાર યોગી અનન્ય પણે તમયપણું પ્રાપ્ત કરી ભગવદ્દશા મેળવે છે. ૧૪) તપ પદઃ બાહ્ય અને આત્યંતર તપની આરાધનાથી જગતના જીવોને કર્મશુદ્ધિનો માર્ગ બતાવું એવી સાધકની ચરમભાવના તેને ભગવાન બનાવે છે ૧૫) ગણધર પદ : અઢીદ્વીપનાં ત્રણે કાળનાં સર્વ તીર્થકરોના પ્રથમ ગણધરનું સ્થાન મહત્ત્વનું છે. સમવસરણમાં પ્રભુની દેશના સાંભલી ગણધર પદની તથાયોગ્યતાવાળો મનુષ્ય પ્રતિબોધ પામે છે. તે જ સમયે ત્યાં સંયમ ગ્રહણ કરે છે. ભગવાન ત્રિપદીનું જ્ઞાન આપે છે. ત્રિપદીના શ્રવણથી અંતર્મુહર્તમાં સમગ્ર દ્વાદશાંગી સૂત્રની ક્રમબદ્ધ રચના થાય અને ગણધર પદ પામે છે. સર્વ ગણધરોની દ્વાદશાગીમાં અક્ષરો, પદોમાં ફેરફાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org