________________
૩૦૨
અચૌર્યવ્રતનું અતિક્રમણ કર્યું. ૪) પરસ્ત્રીગમન વિરમણ વ્રત (બ્રહ્મચર્ય અણુવત)ઃ પરસ્ત્રીને માતા, બહેન માનવી તેમજ સ્વસ્ત્રીમાં સંતોષ રાખી મર્યાદિત જીવન જીવવું તે સ્થૂલ મૈથુન વ્રત છે.
કૃષ્ણ અને ચેડા રાજાએ.કન્યાદાન આપવાનો ત્યાગ કર્યો હતો. ભરત રાજાને અયોધ્યામાં રાજ્ય ભળાવી રામચંદ્રજી વનવાસમાં રહ્યા. તે સમયે ‘ખર વિધાધર'ની સ્ત્રી શૂર્પણખાએ રામચંદ્રજી પાસે કામભોગની યાચના કરી. શ્રી રામે તેને કાઢી મૂકી. તેમણે બ્રહાચર્ય વ્રતનું પાલન કર્યું જ્યારે દશાનન પરસ્ત્રી લંપટ થવાથી . યુદ્ધમાં મરાયો. શીયળનું રક્ષણ કરવાથી સીતા “મહાસતી' કહેવાણી, દેવલોકના દેવો શીલવંતને નમસ્કાર કરે છે. પ) પરિગ્રહ પરિમાણ વ્રતઃ (અપરિગ્રહ અણુવત):
પરિગ્રહ=મૂચ્છ, આસકિત. પરિગ્રહ એ જીવનો મોટો વળગાડ અને મહાપાપનું કારણ છે.
૧.ખેતર આદિ ખુલ્લી જમીન, ૨. ઘર,મકાન આદિ ઢાંકેલી જમીન, ૩. સુવર્ણ, ૪. ચાંદી, ૫. ધન, ૬. ધાન્ય, ૭. બે પગાં પ્રાણી-મનુષ્ય, ૮. ચઉપદ પ્રાણી, ૯. ઘરવખરીની આવશ્યક વસ્તુઓનું પરિમાણ કરવું તેથી મમત્વભાવ ઘટે છે.
અપરિગ્રહનું અતિક્રમણ થવાથી કોણિક અને ચેડારાજાનું યુદ્ધ થતાં એક ફ્રોડ, ૮૦ લાખ માણસો મૃત્યુ પામ્યા, જ્યારે પરિગ્રહની મર્યાદાથી કપિલ બ્રાહ્મણ પ્રબુદ્ધ બની કેવળી બન્યા. ૬) દિશાપરિમાણવ્રતઃ ઉર્ધ્વ (ઊંચી), અધો (નીચી) અને તિરછી દિશાની મર્યાદા કરવી.
પ્રભુ મહાવીરે વર્ષીદાન આપ્યું ત્યારે એક બ્રાહ્મણ પરદેશ ગયો હતો. તેની પત્નીના કહેવાથી તેણે પરદેશથી આવી ભગવાન પાસે યાચના કરી ત્યારે પ્રભુએ લાખ સોનૈયા ઉપજે તેવા ખેસ-દેવદુષ્ય વસ્ત્ર આપી સુખી કર્યો. ૯) ભોગોપભોગપરિમાણ વ્રતઃ ભોજન આદિ એકવાર ભોગવાય તેવી વસ્તુ ઉપભોગ તથા વસ્ત્ર, ઘરેણાં આદિવારંવાર ભોગવાય તેવી વસ્તુપરિભોગ કહેવાય.
ઉપભોગ-પરિભોગની વસ્તુઓમાં આવશ્યકતા અનુસાર મર્યાદા કરી લેવી. વળી, શ્રાવકનું જીવન, જીવન-વ્યવહાર અને આજીવિકાના વ્યવસાય અનારંભી, અભારંભી અને અહિંસક હોય છે.
શ્રી આવશ્યક સૂત્ર અને શ્રી ભગવતીસૂત્ર ૮/૫/૩માં પંદર કર્માદાનનું વર્ણન છે. ૧) અંગાર કર્મ: અગ્નિના આરંભયુક્ત વ્યાપાર. ૨) વનકર્મ: વનસ્પતિને કપાવવાના કાર્યો. ૩) શકટકમ વાહનો બનાવવાના કાર્યો. ૪) ભાડી કર્મ ઘર, વાહન ભાડે ફેરવવાના વ્યાપારો. ૫) સ્ફોટકકર્મ ભૂમિખોદાવવાના કાર્યો. ૬) દંત વાણિજ્યકર્મ હાથીદાંત વગેરે ત્રસ જીવોના અવયવોનો વ્યાપાર. ૦) લાક્ષાવાણિજ્યકર્મ લાખ, કેમિકલ્સ, સોડા, મીઠું આદિનો વ્યાપાર. ૮)કેશવાણિજ્ય કર્મ: પશુઓ તથા પશુઓના વાળનો વ્યાપાર. ૯) રસવાણિજ્ય કર્મ ઘી, તેલ, ગોળ આદિનો વ્યાપાર. ૧૦) વિષ વાણિજ્ય કર્મ વિષ આદિમારક પદાર્થો, તેવાં સાધનો અથવા શસ્ત્રોનો વ્યાપાર. ૧૧) યંત્રપીડન કર્મઃ તેલની ઘાણી, ચરખા, મીલ, પ્રેસ આદિનો વ્યવસાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org