________________
૨૯૯
માતાની કુક્ષિએ અવતર્યા. તમે જગતના જીવોનો ઉદ્ધાર કરવા માનવ લોકમાં આવ્યા. પ્રભુ તમે અમારા ભવતાર છો.’
મોરપીછ વડે પ્રભુના અંગોનું પ્રક્ષાલન કરતાં મેરૂ પર્વત પર ઈંદ્રાદિક દેવોએ ઉજવેલ જનમ કલ્યાણક યાદ કરવો. પ્રભુના બાળ સ્વરૂપને દષ્ટિ સમક્ષ રાખવું. સ્નાન કરાવ્યા બાદ નિર્મળ, પવિત્ર વસ્ત્રથી અંગ લૂંછવું.
પવિત્ર અને સ્વરૂપવાન પ્રભુના દેહને જોઈ વિચારવું કે, કેવી વૈરાગ્ય ભાવના! સંસાર પ્રત્યેનો મોહ ઉતારી રાજ-પાટ અને કુટુંબ છોડી અણગાર થવા નીકળ્યા. પ્રભુએ દેહનું મમત્વ પણ છોડયું. શોભારૂપ કેશનો પોતાના હાથે જ લોચ કર્યો. ઉઘાડાપગે, એકાકીપણે, સંયમની સાધના માટે દૂર દૂર વિહાર કર્યો.'
પ્રભુની દીક્ષા પ્રસંગનો વિચાર કરતાં કરતાં અંગપૂજા કરીને છત્ર, ચામર, ભામંડળ, આસન વગેરે સમૃદ્ધિ જોઈને પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પ્રસંગને દષ્ટિ સમક્ષ રાખવો. પ્રભુની આસપાસ આઠ પ્રતિહાર્ય છે, દેવતાઓનું વૃંદ છે, સુવર્ણ અને રૂપાનું રત્નજડિત સમવસરણ છે. પ્રભુનો બોહળો શિષ્ય પરિવાર છે. પ્રભુની દેશના સાંભળવા બાર પ્રકારની પર્ષદા સમવસરણમાં આવી છે છતાંય સહુની વચ્ચે પ્રભુ તો નિરાસક્ત, નિર્મમ, નિર્મોહી છે.
ચૈત્યવંદન કરતી વખતે પર્યકાશનવાળી અથવા કાયોત્સગિિદ અવસ્થાવાળી પ્રતિમાને જોઈ વિચારવું કે, “પ્રભુ! આ જ આસને આરાધના કરતાં ચિદાનંદમય સિદ્ધ પદ પામ્યા છે.”
ભાવપૂજા અશુભ વિચારો કે ભાવોને શુભમાં લઈ જાય છે. શુભભાવમાંથી શુદ્ધ ભાવ, આત્મભાવમાં સેતુબંધ સમાન છે. જે સ્વભાવ દશાનો આનંદ પ્રદાન કરે છે. ભક્તને મહામંગલકારી મુક્તિ અપાવે છે. (૬) દિશાત્યાગ ત્રિકઃ ચૈત્યવંદન કરતાં પૂર્વે જે દિશામાં દેવાધિદેવ છે તે સિવાયની બાકીની દિશામાં જોવાનો પરિત્યાગ કરવો તેનું નામ દિશાત્યાગ ત્રિક છે. ત્રણે દિશામાં જોવાનું પરિત્યાગ થવાથી ચિત્ત એકાગ્ર બને છે. પ્રભુભક્તિમાં તલ્લીનતા આવે છે. જેમ કોઈ માણસ સાથે વાત કરતાં જો આડું અવળું જોયા કરીએ તો સામા વ્યક્તિનું અપમાન કરવા બરોબર છે, તેમ પ્રભુની સ્તવના કરતાં ડોળા ભમાવ્યા કરવા તે ભગવાનનું અપમાન કરવા બરોબર છે. (6) પ્રાર્થના શિકઃ ચૈત્યવંદન કરવા પૂર્વે ખેસના છેડા વડે બેસવાની જગ્યાનું પ્રમાર્જન (પૂજવું) કરવું તે પ્રમાર્જના શિક કહેવાય છે. તેમાં અહિંસાના ભાવ નિહિત છે. ૮) આલંબન શિક : ચૈત્યવંદન દરમ્યાન મન, વચન અને કાયાના તોફાની ઘોડારૂપ ત્રણ યોગને ત્રણ આલંબનોના આલાનથંભ સાથે બાંધવાના છે. મનના ઘોડાને સૂચના અર્થનાં આલંબને બાંધવો. વચનના ઘોડાને સૂત્રના શુદ્ધ ઉચ્ચારના આલંબને બાંધવો. કાયાના ઘોડાને જિનબિંબ તથા વિવિધ મુદ્રાના આલંબને બાંધી દેવો. ત્રણે યોગને ભક્તિમાં તકાદાર કરવા તેનું નામ આલંબન ત્રિક છે.
એકાગ્રચિત્તે, ઉલ્લાસપૂર્વક, જિનેશની ભક્તિ કરવાથી લંકાનરેશ રાવણે તીર્થકર નામ કમ બાંધ્યું. પ્રમોદિત ભાવે અષ્ટાપદ પર્વત પર પરમાત્માની સન્મુખ રાવણે વીણા વગાડી અને મંદોદરીએ નૃત્ય કર્યું. નાટયરસનો ઉત્કર્ષ અત્યંત પ્રીતિકર થયો ત્યારે જ વીણાનો તાર તૂટી ગયો. રસ ભંગ ન થાય તે કારણે રાવણે તરત જ ભુજ કોટરમાંથી લાંબી નશ ખેંચી કાઢી વીણાના તારની જગ્યાએ જોડી દીધી. તે સમયે ઉત્કૃષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org