________________
૨૯૦
જે અંગપૂજા પરમાત્માની પ્રતિમા ઉપર જે પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. દા.ત. જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપપૂજા, વિલેપનપૂજા, આભૂષણપૂજા ઈત્યાદિનો સમાવેશ પણ અંગપૂજામાં થાય
છે.)
આ પૂજાને વિજ્ઞોપશામિની' કહેવાય છે. જે જીવનમાં આવતાં વિદ્ગોને નાશ કરનારી અને મહાફળદાયીની છે. વૈરાગ્યકાલતા ગ્રંથોમાં આ પૂજાને સમન્તભદ્રા'(ચિત્ત પ્રસન્નતા આપનારી) કહી છે. • અગ્રપૂજા પરમાત્માની સમક્ષ ઊભા રહી જે પૂજા કરવામાં આવે છે તેને અગ્રપૂજા કહેવાય છે. દા.ત. ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવૈદ્યપૂજા અને ફળપૂજા.
આ પૂજાને ‘અભ્યદયકારિણી' કહેવાય છે. પૂજકના જીવનમાં આવતા વિદ્ગોનો વિનાશ કરી મોક્ષમાર્ગની સાધનામાં સહાયક એવો ભૌતિક અભ્યદય આ પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે. આ પૂજાને વૈરાગ્યકલ્પલતામાં સર્વભદ્રા' નામથી સંબોધવામાં આવી છે. જ ભાવપૂજા પરમાત્માની સામે કરાતાં સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ચૈત્યવંદન, ગીતગાન, નૃત્ય આદિને ભાવપૂજા કહેવાય. સર્વ ક્રિયાનું ફળ સમ્યગદર્શન છે. જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન ઠરી જાય ત્યારે સમ્યગદર્શન (ભાવપૂજા) થાય છે. અષ્ટપ્રકારી પૂજાનાં અધ્યાત્મિક રહસ્યોઃ • જળપૂજા ઃ હે નિર્મળ દેવાધિદેવ! આપના તો દ્રવ્ય અને ભાવ મેલ ઉભય ધોવાઈ ગયાં છે. આપને અભિષેકની જરૂર નથી પરંતુ હે નાથ! તમને નવરાવીને હું મારા કર્મ મલ ધોઈને નિર્મળ બનું છું. જળપૂજા આંત્માની નિર્મળતાનું પ્રતીક છે.
અભિષેક કર્યા પછી મુલાયમ વસ્ત્રથી પ્રતિમાને લૂછવી જોઈએ. ઘસરકા લાગે તેમ અંગલુછણા ના કરાય. * ચંદનપૂજાઃ હે જિનેશ! ચંદનમાં જેમ શીતળતાનો ગુણ છે, તેમ આપના મુખકમળનું દર્શન કરતાં જ મારા કષાયના તાપનું શમન થઈ જાય છે. આ પૂજા ચિત્તને અપૂર્વશાંતિ પ્રદાન કરી જીવને આહલાઆપે છે.
પુષ્પપૂજા: હે પરમાત્મા! આપને સુમનસ (પુષ્પ) અર્પણ કરી હું આપની પાસે સુમનસ (સુંદર, નિર્મળ મન)માંગી રહ્યો છું. આપના અંગે ચડતાં પુષ્પને જેમ ભવ્યત્વની છાપ મળે છે, તેમ મને પણ સમ્યક્ત્વની છાપ મળો.
- દુર્ગધી પુષ્પોથી જિનેશની પૂજા કરનાર ભવવલ્લભરાજા નિર્વિવેકપણાના કારણે મરીને ચાંડાલને ત્યાં ઉત્પન્ન થયા. (આ દષ્ટાંત ઉપદેશસપ્તતિકા, પૃ.૪૫માં છે.)
ધૂપપૂજા ઃ હે જિનેશ! આ ધૂપની ઘટાઓ જેમ ઊંચે ઊંચે જઈ રહી છે, તેમ મારે પણ ઉર્ધ્વગતિ પામી સિદ્ધશિલાએ પહોંચવું છે માટે હું ધૂપપૂજા કરી રહ્યો છું. હે તારક! આપ મારા આત્માની મિથ્યાત્વરૂપી દુર્ગધ મટાડી શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવો.
આ પૂજા અષ્ટકર્મના વિનાશનું પ્રતીક છે. દીપકપૂજા હેજિનપતિ! આ દ્રવ્ય દીપકનો પ્રકાશ ધરીને હું તારી પાસે મારા અંતરમાં કૈવલ્યજ્ઞાનરૂપી ભાવદીપક પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર ઉલેચાઈ જાય તેવી યાચના કરું છું. - આપૂજા સમ્યગજ્ઞાનનું પ્રતીક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org